Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તેં મને ધાયલ કર્યો, ઓ દેવી મારી,
તેં મને ધાયલ કર્યો;
મીઠી ને મોહક એવી દૃષ્ટિ દૃષ્ટિમાં માંડી,
ધીરેથી ધાયલ કર્યો ....ઓ દેવી મારી.

આઠે પહોર તારી મૂર્તિ મનડામાં આવે,
તારો જપ ચાલે તારું ધ્યાન;
વ્હાલની વીણા વાગે હૈયામાં એક તારી,
એવો છે ‘પાગલ’ કર્યો ....ઓ દેવી મારી.

અંતર તલસે છે તુજને, રોમ રાગથી રંગાયાં,
ચાલે છે તારે કાજે શ્વાસ;
ભોજન ના ભાવે મુજને એવી લગની લાગી છે,
એવો છે ધાયલ કર્યો ....ઓ દેવી મારી.

આઠે પહોર નિરખું નીંદર વિના તને હું,
તમન્ના એવી છે મનમાંહ્ય;
સાજો કરી દે ‘પાગલ’ પ્રેમી દવા દઈને,
કૈ ને તે સંતોષ ધર્યો ....ઓ દેવી મારી.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit