Text Size

મારો છોડશો ના હાથ

મારો છોડશો ના હાથ, કદિ ના છોડશો,
મારો તોડશો ના સાથ, કદિ ના તોડશો ....મારો.

રાતના એકાંતમાં, ચંદ્રમાની શાખમાં,
હાથ પકડ્યો હાથમાં, ના છોડશો ....મારો.

સુખ દુ:ખમાં ને વિરહમિલને, પતન ને ઉત્થાનમાં;
પ્રેમની વૃષ્ટિ તમે વરસાવવી ના છોડશો ....મારો.

એકલા જવું જિંદગીમાં પડે કો’દિ પ્રવાસમાં,
હોય સાથી કો’દિ, વધવું કો’દિ તાપે છાંયમાં;
હર્ષ ને રોદન મહીંયે પ્રાણ બેના જોડજો;
રાજમહેલે ઝૂંપડીમાં ખોળલાને ખોલજો ... મારો.

અમીરી ને દીનતા હો, રોગ તમે નિરોગ હો,
સ્વપ્ન જાગૃતિ ને સુષુપ્તિ, દશા કોઈ હોય છો,
ભાવતાં ભોજન મળે કે ક્ષુધા પીડે ખૂબ છો,
કર શરીરે ફેરવો, વરસો સુધાધારા તમો ... મારો.

સર્વ સ્થળ ને કાળમાં મુજને ન એકલ છોડશો,
અમીપાન કરાવજો, સ્વપ્નેય ના તરછોડશો
તમારો જ થઈ ગયો છું વસવસો તો હોય શો ?
કદિ સ્વપ્ને છોડશો તો ભાગ્ય મારું ફોડશો ... મારો.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Comments  

0 #1 S G 2013-03-29 18:41
how do i play maro chhodaso nahi haath bhajan.

[There is no audio for this bhajan. - admin]

Today's Quote

There are only two ways of spreading light - to be the candle or the mirror that reflects it.
- Edith Wharton

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok