Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મનડું કેમ કરી માને ?

અનેક આપે ઉપદેશ છતાં, આવે ના ધ્યાને,
સ્વરૂપના રસમાં મુક્તિ ને, સ્વર્ગ રહ્યું જાણે ....મનડું

ચરણરસ મહીં મળી ગયું તે, ભૂલ્યું છે ભાને,
વચન મધુર વિદ્વાનોનાં પણ, ના જ પડે કાને ....મનડું

મુખ મંડળની મધુરતા મહીં, મસ્ત થયો પ્રાણે,
મધુપમધુ મૂકી જાય ન કયાંયે, લીન થયો ગાને ....મનડું

દરિદ્રને વૈભવ પ્રાપ્ત થયો, સુવર્ણની ખાણે,
ગૌર વદનમાં રમે નિરંતર, મુગ્ધ થઈ તાને ....મનડું

‘પાગલ’ પ્રીત પુરાતન જાગી, પ્રબળ બની પ્રાણે,
બાળક મૂકી કેમ જ જાયે, કયાંય કહો માને ? ....મનડું

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit