Text Size

Adhyay 3

Pada 3, Verse 61-63

६१. अङ्गेषु यथाश्रय़भावः ।

અર્થ
અંગેષુ = જુદાં જુદાં અંગોમાં (કરવામાં આવતી ઉપાસનાઓનો)
યથાશ્રયભાવઃ = યથાશ્રયભાવ છે એટલે કે જે ઉપાસનાનો ભાવ પણ સમજવો જોઈએ.

ભાવાર્થ
આ સૂત્ર દ્વારા અને આની પછીનાં બીજાં ત્રણ સૂત્રો દ્વારા પૂર્વપક્ષીની વિચારધારાને વાચા આપવામાં આવી છે. એ સૂત્રોનો અભ્યાસ એ દૃષ્ટિએ કરવાનો છે.

યજ્ઞના અંગરૂપ ઉદ્ ગીથ આદિમાં જે ઉપાસના કરવામાં આવે તે ઉપાસના જે પણ અંગની આશ્રિત હોય એ આશ્રય અથવા અંગને અનુલક્ષીને જ એના અનુષ્ઠાનની વ્યવસ્થા કરવી જોઈએ. એના પરથી ફલિત થાય છે કે જે જે કર્મોનાં અંગોનો સમુચ્ચય થઈ શકે છે તે તે અંગોમાં કરાતી ઉપાસનાઓનો પણ એ કર્મોની સાથે સમુચ્ચય થઈ શકે છે

---

६२. शिष्टेश्च ।

અર્થ
શિષ્ટેઃ = શ્રુતિના શાસન અથવા વિધાનથી.
ચ = પણ. (એ જ સિદ્ધ થાય છે.)

ભાવાર્થ
શ્રુતિના વિધાનથી પણ એવા જ નિર્ણય પર પહોંચવામાં મદદ મળે છે. ઉદ્ ગીથ આદિ સ્તોત્રોના સમુચ્ચયનું વિધાન શ્રુતિમાં જોવા મળે છે તેવી રીતે જે ઉપાસનાઓ એમનો આધાર લઈને કરવામાં આવે છે એમના સમુચ્ચયનું વિધાન પણ એમની સાથે આપોઆપ થઈ જાય છે. એથી પુરવાર થાય છે કે કર્મોનાં અંગોની જેમ આશ્રયે રહેનારી અને થનારી ઉપાસનાઓનો સમુચ્ચય કરી શકાય છે.

---

६३. समाहारात ।

અર્થ
સમાહારાત્ = કર્મોનો સમાહાર બતાવવામાં આવ્યો હોવાથી, એમની આશ્રિત ઉપાસનાઓનો પણ સમુચ્ચય બરાબર છે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં કર્મોનો સમુચ્ચય બતાવતાં કહેવામાં આવ્યું છે કે 'સ્તોત્રગાન કરનારો પુરૂષ હોવાના કર્મમાં જે સ્તોત્ર વિષયક દોષ આવી જાય છે તેને પણ સુધારી લે છે.’ એવું કથન ઉદ્ ગીથ ઉપાસનાના પ્રકરણમાં કરેલું છે.’ એવી રીતે પ્રણવ અને ઉદ્ ગીથની એકતા સમજીને ઉદ્ ગાન કરવાની અગત્યનો શ્રુતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ સમુચ્ચયને લીધે પણ અંગની આશ્રિત ઉપાસનાના સમુચ્ચયનો સંદેશ સાંપડે છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok