ઐતરેય ઉપનિષદ

દ્વિતીય અધ્યાય, 04-06

सोऽस्यायमात्मा पुण्येभ्यः कर्मभ्यः प्रतिधीयते ।
अथास्यायामितर आत्मा कृतकृत्यो वयोगतः प्रैति ।
स इतः प्रयन्नेव पुनर्जायते तदस्य तृतीयं जन्म ॥४॥

so 'syayam atma punyebhyah karmabhyah pratidhiyate
athasyayam itara atma kruta-krutyo vayo-gatah praiti
sa itam prayann eva punar jayate tad asya trutiyam janma.

પુત્રરૂપમાં જન્મ્યો બાળક પિતાતણો આત્મા જ ખરે,
પિતાતણા પ્રતિનિધિરૂપે તે શુભકર્મોને પછી કરે;
સંસારતણા વ્યવહાર બધા પિતા પુત્રને સોંપે છે,
છૂટી જાય છે પિતૃઋણથી જે માનેલું પોતે છે.

આયુ પૂર્ણ થાયે ત્યારે તે પિતા મૃત્યુને પામે છે,
કર્મ પ્રમાણે જન્મ ધરે છે, ત્રીજો જન્મ થયો તે છે. ॥૪॥
*
तदुक्तमृषिणा गर्भे नु सन्नन्वेषामवेदमहं देवानां जनिमानि विश्वा
शतं मा पुर आयसीररक्षन्नधः श्येनो जवसा निरदीयमिति ।
गर्भ एवैतच्छयानो वामदेव एवमुवाच ॥५॥

tad uktam rsina. garbhe nu sann anvesama vedam
aham vedanam janimani visva.
satam ma pura ayasir araksan adhah syeno javasa
niradiyam iti garbha evaitacchhayano
vamadeva evam uvacha.

એ જ વાતને વામદેવ ઋષિએ આ રીતે વ્યક્ત કરી,
ગર્ભમાં જ તે ઋષિવર પૂરું જ્ઞાન મેળવી ઉઠ્યા કહી,
અનેક જન્મો દેવોના મેં જાણી લીધા ગર્ભમહીં,
ઈન્દ્રિયરૂપ દેવોના જન્મો જાણી લીધા ગર્ભમહીં.

હજાર લોખંડી દેહોથી જકડાયેલો પ્હેલાં હું,
બાજસમો તે સૌને તોડી થયો મુક્ત તે સૌથી છું.
જ્ઞાનપ્રાપ્ત એ વામદેવઋષિ માતાગર્ભથકી બોલ્યા,
શરીરથી પોતાને માની અલગ બંધ સઘળા તોડ્યા. ॥૫॥

स एवं विद्वानस्माच्छरीरभेदादूर्ध्व उत्क्रम्यामुष्मिन् स्वर्गे लोके
सर्वान् कामानाप्त्वाऽमृतः समभवत् समभवत् ॥६॥

sa evam vidvan asmat sharirad urdhva
utkramyamusmin svarge loke sarvan kaman
aptvamrutah samabhavat samabhavat.

આમ જન્મના રહસ્યને તે વામદેવ ઋષિએ જાણ્યું,
‘આત્માને તો નથી જન્મ’ એ મહાસત્ય ગર્ભે જાણ્યું;
શરીર છૂટી ગયું પછી તે સંસારથકી મુક્ત થયા,
ઊંચી ગતિથી પરમધામમાં ગયા, કામનાપૂર્ણ થયા.
બધી કામના પામીને ત્યાં અમૃતરૂપ ખરે જ થયા,
બધી કામના પામીને તે અમૃતરૂપ ખરે જ થયા. ॥૬॥
*
દ્વિતીય અધ્યાય સમાપ્ત
ity aitareya upanisatsu dvitiyo 'dhyayah

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.