રક્ષા કરોને પ્રભુ અમારી

રક્ષા કરોને પ્રભુ ! અમારી,
છાયા ધરી દો પૂર્ણ તમારી.

દ્રષ્ટિથી દોષદર્શન ના કરીએ,
વાણી મધુમય મંગલ કહીએ,
કાયાથી સત્કર્મ સદાયે કરીએ,
સેવા કરીને સફળતા વરીએ....રક્ષા...

પ્રભુમંદિરે, સંતના દ્વારે,
પ્રયાણ કરીએ શ્રદ્ધાથી પ્યારે;
મનની સદાયે ચોકી કરોને,
ચરણકમળમાં એને ધરોને...રક્ષા...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
સાચી રક્ષા પ્રભુ સિવાય કોણ કરી શકે? આ પદમાં માનસિક અને આધ્યાત્મિક ક્ષેત્રનું રક્ષણ કરવા પ્રભુને પોકાર પાડવામાં આવ્યો છે.

મન-કર્મ-વચનથી પરમ પવિત્ર બની જઈએ. આંખથી ખરાબ જોવાય નહીં. વાણી મંગલમય સત્ય બને. શરીરથી સત્કર્મથી કોઈકને ઉપયોગી થઈને, સેવા કરીને, જીવનને સફળ બનાવીએ એવી પ્રાર્થના સાથે સર્વ દૂષણોમાંથી રક્ષા કરવાનું પ્રભુને કહેવામાં આવ્યું છે.

અમારાં ચરણો પણ મંદિર કે સત્સંગભવન તરફ જ વળે, પૂર્ણ શ્રદ્ધાભક્તિથી સંતનો સમાગમ કરીએ, ત્યારે અમારા મનમંદિરમાં કોઈ અપવિત્ર વિચારો ન રહે તેનું ધ્યાન રાખવાનું પ્રભુને જણાવ્યું છે. અમારા મનને પણ, હે પ્રભુ! તમારા શ્રીચરણે સ્વીકારી લો, જેથી સર્વપ્રકારની રક્ષા થઈ શકે.

એવી રક્ષા થશે તો પ્રભુ કાંઈ દૂર નહીં રહે. પ્રભુની કૃપાથી રક્ષા થશે અને એક દિવસ પ્રભુની પૂર્ણ છત્રછાયામાં મહાલવાનું સદભાગ્ય સાંપડશે એવી અભીપ્સા વ્યક્ત થઈ છે.
 

Comments  

+1 #2Harish Shukla2012-07-18 07:38
નમસ્તે. માઠું ન લગાડતા ,પણ ઓડીઓ ક્વોલીટી અને કલેરીટી ના સંદર્ભે બધા જ ભજનો ફરી સારી રીતે રેકોર્ડ કરવાની જરૂર છે. અમે તેનો લાભ લેવા માંગીએ છીએ....

[ઓડિયો ક્વોલીટી વિશે આપની ફરિયાદ વ્યાજબી છે. આ ભજનો લગભગ સત્તર અઢાર વરસ પહેલા પૂ.મા સર્વેશ્વરીના કંઠે ગવાયેલ (સ્ટુડિયોમાં નહીં). લગભગ એ પછી તુરત પૂ.માએ મૌન ધારણ કરેલ જે હજી યથાવત છે. પૂ.માના અમુક ભજનો વિવિધ કલાકારો દ્વારા ગવાયેલા છે જે આપ અમારા ઓડિયો વિભાગમાં સાંભળી શકશો. આપના અભિપ્રાય બદલ આભાર.- Admin]
0 #1Mihir Trivedi, Mumbai2010-09-06 19:17
I am not able to hear any of the Bhajans. It just buffers for hours and hours. I can only hear pujya shri Prabhu's pravachans. How can i hear bhajans also.
[You will need to install flash player to play these bhajans. We don't see problem with any audio on our end. - admin]

Today's Quote

Contentment is not the fulfillment of what you want, but the realization of how much you already have.
- Unknown
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.