તારે શરણે આજ આવી

તારે શરણે આજ આવી, છાંયડી શીતળ ધરી દે...

તજી તારે કાજ મેં આ જગતની જંજાળ સઘળી;
જીવનભરની પ્રાર્થના ને પ્રતીક્ષા પૂરી કરી દે...તારે...

ભૂલ થાયે કદી જો કોઈ માફ કરજે માત મારી;
વ્હાલની વર્ષા કરીને તાપ તીખા સૌ હરી લે...તારે...

ઠોકરો વાગે ભલે મન ડરે તેમ ડગે નહીં;
વિરોધો વિપરીતતામાં સાથ મારી તું ફરી લે...તારે...

રથ સદા હંકારજે મુજ પૂર્ણતાના પથ ઉપર;
સૂક્ષ્મરૂપે રક્ષતાં શ્રદ્ધા તથા ભક્તિ ભરી દે...તારે...

મંત્રજપમાં મન લગાડી પ્રાણ પૂરી પ્રાર્થનામાં;
કરીને એકાગ્ર ધ્યાને દિવ્યદર્શનને દઈ દે...તારે...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
ભક્ત ભગવાનને શરણાગતભાવે પ્રાર્થે છે.

ભગવાન માટે ભક્ત જગજંજાળને છોડે છે. અંતરે એક જ પ્રાર્થના રહે છે કે ભગવાન મળે.

ભક્ત શ્રદ્ધાભક્તિથી ભગવાનને વિનવતો હોય ત્યારે પણ કોઈ અવિનય-અવિવેક થઈ જાય તો ભગવાન માતા બનીને એ અપરાધોને ક્ષમા કરે એવી અપેક્ષા ભક્ત રાખે છે. મા તો બાળકના અપરાધોને ભૂલીને બાળકના સર્વ તાપોને હરી લે છે. માતાના વ્હાલમાં એવું દૈવીતત્વ હોય છે. એ જ માના સ્વરૂપે ભગવાન પણ વ્હાલ કરે એવું ભક્ત ઈચ્છે છે.

પ્રભુપંથે આઘાતો આવે, વિરોધો આવે ત્યારે પણ મનને સ્થિર રાખવાનું ભક્ત પ્રાર્થે છે. જીવનરથ તારા પૂર્ણ પ્રદેશ તરફ જ આગળ વધે ત્યારે સૂક્ષ્મ રીતે રક્ષા કરજે, પ્રભુ !

અંતે, મંત્રજપની સાધનાને પૂર્ણ કરી પ્રભુનાં દિવ્ય-અલૌકિક દર્શનનું દાન મળી જાય એવી માંગણી ભક્ત ભગવાનને કરતો રહે છે.
 

Add comment

Security code
Refresh

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.