Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા દિવસો થાય પસાર.
ગંગાતીરે ‘મા મા’ કરતાં દિવસો થાય પસાર.

હિમગિરિમાળા, વૃક્ષો ન્યારાં, ધરતી રસની ધાર,
એ સૌ સાથે એકલ બેઠો લઈ આંસુની માળ ... મારા.

ભાવવિભોર બન્યા અંતરની વીણાના સૌ તાર;
એક જ ગાયે ગીત નિરંતર, સ્નેહ જ એનો સાર ... મારા.

ભરીભરી મધુરસની પ્યાલી પીઊં વારંવાર;
ખૂટે ના કદિ, તૃપ્ત કરે ના, મોહનદીની પાર ... મારા.

ફૂલથકી કોમળ અંતરમાં ભરિયા ભાવ હજાર;
અનુરાગથકી અંજલિ આપું, અર્પું પ્રાણ રસાળ ... મારા.

ધ્યાન તમારું, સ્વપ્ન તમારાં, તમારો જ સંસાર;
તમારી જ મસ્તી ને સેવા, જીત તમારી હાર ... મારા.

કુબેરથીયે વધુ વૈભવ છે, લક્ષ્મીનો ના કાળ;
દેવોને પણ દુર્લભ રસ છે મળ્યો હજી તલભાર ... મારા.

બાકીના દિન જીવનના હો મિલન મહીં જ પસાર,
‘પાગલ’ની છે એ જ પ્રાર્થના, કરો વિરહથી પાર ... મારા.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit