Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા દિલમાં લાગી લ્હાય.
મને દર્શન ક્યારે થાય ?

કેમે કરતાં મટે નહીં તે, કરિયા કોટિ ઉપાય;
ઔષધ અજમાવું તે કોનું, કેની લઊં સહાય? ... મારા.

રાતદિવસ ના શાંત બને તે, પ્રતિપળ વધતી જાય;
ગમે નહીં મુજને કૈં બીજું, ના કૈં મુજથી થાય... મારા.

બળતરા બળે ખૂબ જ એની, તો પણ મન તો ગાય;
જુગજુગથી એ જાણે લાગી; પ્રાણ રસમહીં ન્હાય... મારા.

બદરીપુરી ફર્યો ને કાશી, છેક ન તોયે જાય;
નદીનીરમાં બહુબહુ ન્હાયો, કૃશ પણ કીધી કાય... મારા.

લ્હાય મટે ના કેમે કરતાં, સદા પ્રાણને ખાય;
‘પાગલ’ કહે પધારો પ્રેમે, તો તો પૂરી જાય... મારા.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit