Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તારી આશ કદી ન મરે !
પ્રેરણાતણું પાણી પીપી છેવટ છેક ફળે ! ... તારી.

જોજે સાધક, પ્રેમપ્રવાસી, શોક કદી ન કરે,
હિંમત લેશ હણાય ન તારી, ખાલી હાથ ફરે ... તારી.

અપયશ કરતાં મરણ ભલું છે, લડતાં ભલે મરે;
ઘાયલ થા તો લેશ ન ડરજે, રણમાં રક્ત મળે ... તારી.

સુમનસેજનાં સ્વપ્ન તજી દે, કંટક સ્હેજ મળે;
ગૌરવથી વિશ્રામ કરી લે, અંતે સ્વર્ગ ધરે ... તારી.

હિંમત ધર ને શંકા તજ તું તો તો વિજય વરે;
શ્રદ્ધાશરણ ગ્રહી લે ના જે તે તો કેમ તરે? ... તારી.

આજ ભરે જે ઝેરકટોરા, અમૃત કાલ મળે;
અંધારે જે અટવાયે તે કાલ પ્રકાશ કરે ... તારી.

આશાજ્યોત અખંડ જલે છો, તેથી હેતુ સરે;
‘પાગલ’ આશાબલથી જોને સ્મિતની સાથ તરે ... તારી.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit