આજે સિદ્ધિનો દિન હો !
પુરુષથકી પુરુષોત્તમ કરતો યાદગાર દિન હો ! ... આજે.
લોકોત્તર કરનારો થાયે દિવસ સિદ્ધ આ છો,
પ્રકાશમાં પલટાવી દેતો ઊગ્યો જગમાં છો ! ... આજે.
અમૃતપ્રાપ્તિ કરાવનારો, દોષ સકળ હરતો;
જોડ ન એની હશે જગતમાં, જીવનને ધરતો ... આજે.
અમર બનો એ, ધન્ય બનો, ને ખૂબ યશસ્વી હો !
મનુકુલને ગૌરવ દેનારો એક અલૌકિક હો ! ... આજે.
નવીન યુગનો દૂત બને તે સંદેશ ધરે છો;
‘પાગલ’ પાસે પ્રકટ થઈને ભલે પરમપદ દો ! ... આજે.
- © શ્રી યોગેશ્વરજી

