Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ક્યારે પૂરણ કરશો આશ ?

રોજ સવારે કરું પ્રતીક્ષા પૂજા કરતાં ખાસ,
ફોરમવંતાં નવાં ફૂલથી શણગારું આવાસ ... ક્યારે.

દીપ જલાવી રાતભર રહું જોઈ હું ચોપાસ,
હમણાં આવો, હમણાં આવો, રટતાં શ્વાસો શ્વાસ ... ક્યારે.

સેજ સજાવી સ્નેહ કરી મેં, વ્યાપી ખૂબ સુવાસ;
વીણાતારે આમંત્રણના સ્વર રેલાવું ખાસ ... ક્યારે.

અમૂલ્ય અવસર વીતી જાયે, અંતર થાય ઉદાસ;
આજ પધારો પ્રેમ કરીને રમવા રસમય રાસ ... ક્યારે.

‘પાગલ’ને એક જ લ્હે લાગી, થાય ન એનો નાશ;
પૂરણ આશ કરી દો આજે, રેલી પૂર્ણ પ્રકાશ ... ક્યારે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit