Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારે તમારો જ આધાર.
અન્ય નથી કોઈ યે મારું
જગમાં જગદાધાર ! ... મારે.

માતપિતા છો તમે જ મારાં,
સ્વજન સખા ને સાર;
પ્રાણ હૃદય ને જીવનધન છો,
તમે જ મારાં તાર ... મારે.

આજ સુધી છે તમે જ કરિયો
મને કષ્ટથી પાર;
પૂરી આશા, ધરી સફળતા
તેમજ વારંવાર ... મારે.

લાડકોડ પૂર્યા છે મારા,
કર્યો વળી નિસ્તાર;
આ વખતે પણ પ્રકટ બની લો
કરવાને ઉદ્ધાર ... મારે.

તમારા વિના બેચેન બન્યો
‘પાગલ’ આજ અપાર;
તમારા વિના શાંતિ ધરે કો’ ?
તૃપ્ત કરો તત્કાળ ! ... મારે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit