આજની આ પૂર્ણિમા,
હો અનેરી પૂર્ણિમા,
પૂર્ણ જીવનના પ્રતીક સમી પિયૂષી પૂર્ણિમા !
પ્રેમ ‘પાગલ’ને ધરો,
કૃપાની વર્ષા કરો,
સિદ્ધ જીવનજ્યોત જેવી આજની હો પૂર્ણિમા !
આજની આ પૂર્ણિમા,
હો અનેરી પૂર્ણિમા,
પૂર્ણ જીવનના પ્રતીક સમી પિયૂષી પૂર્ણિમા !
- © શ્રી યોગેશ્વરજી