if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શાંત રાતે રાતરાણી મઘમઘે જ્યારે,
બધું યે નિસ્તબ્ધ થાયે ને સુએ ત્યારે,
તારલા ને ચંદ્રની એકાંત સાક્ષીમાં,
મિલન મંગલ આપણું હો આજ રાત્રીમાં !

મધુર ને શીતળ પવન પ્રસરી રહે સઘળે,
દેવદૂત સમો; થઈ યોગી સમાધિ ધરે;
અન્ય કો’ દેખાય ના જાગ્રત વનેપુરમાં,
મિલન મધુરું આપણું હો આજ રાત્રીમાં.

વસ્યું ગંગા તેમ જમના મધ્યમાં સ્થળ આ,
પર્વતો સોહી રહ્યા, વનની અનન્ય છટા;
કરી સંગમ આપણાં ઉરનો પવિત્ર મહા,
મિલન મંગલ આપણું હો આજ રાત્રીમાં.

મૂક લીલા થાય ને છો ગુપ્ત થાય કથા,
શાંતિ વરસે ને ભલે શમતી બધીય વ્યથા;
દેવ વરસે પુષ્પ, મંગલ પ્રકૃતિ સાક્ષીમાં,
મિલન મધુરું આપણું હો આજ રાત્રીમાં.

છે અશાંત સમગ્ર જગ ભુલ્યું તમોને આ,
બની શાંતિ પ્રકાશ ત્યારે પ્રકટ થાઓ, મા !
થાય મંગલ વિશ્વનું, ‘પાગલ’ હરે જડતા,
મિલન મંગલ આપણું હો, દૂર હો પડદા !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.