Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સુંદર સ્વરૂપ જોઈ મનડું ગયું વારી.
રૂપને નિહાળી મારું મનડું ગયું વારી ... સુંદર સ્વરૂપ.

મુલાકાત એકવાર આપણી થયેલી,
વાતચીત આપણી તો સ્વલ્પશી થયેલી;
મૂર્તિ તોય ધારી છે હૈયે તમારી ... સુંદર સ્વરૂપ.

ક્યારે કહોને મળો મુજને ફરીથી,
અમૃતના અંજનને આંજો ફરીથી?
ધૂન એક લાગી છે દિલને તમારી ... સુંદર સ્વરૂપ.

એવો કઠોર કોણ જાય નહીં વારી,
દિલનું ના દાન દે જે તમને નિહાળી;
અચરજ ના કૈંય, ગયો હૈયું મારું હારી ! ... સુંદર સ્વરૂપ.

જોડી જડે ના જગમાં તમારી,
છાયા સઘળીયે, મૂર્તિ તમારી તો ન્યારી;
તમારી કૃપાથી ભેદ ભાગે છે ભારી ... સુંદર સ્વરૂપ.

મધુરી એ મૂર્તિ વિસરાય નહીં કેમે,
મળવાની લગની છૂપાય નહીં કેમે;
રાતદિન ગાઊં છું ધ્યાન એક ધારી ... સુંદર સ્વરૂપ.

મુલાકાત સદા કાજ આપણી કરી દો,
સુંદરતાની સુગંધે જીવન ભરી દો;
‘પાગલ’ યાચે છે એ જ હાથ બે પસારી ... સુંદર સ્વરૂપ.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit