જે તમારો જ બાલક છે તેને શાંતિ આપો આજ.
જે તમારો જ છે તેની આજે રાખી લેજો લાજ ... જે તમારો જ.
તે કષ્ટ સહે છે, ચિંતા કરતો, કરે પ્રાર્થના આજ;
તમે કેમ કરીને સુણી શકો છો તેનો આર્ત અવાજ ? ... જે તમારો જ.
તમે પ્રેમ કરો છો શિશુને, એ તો ખ્યાત તમારું કાજ;
આ બાલક પર તો પણ કેમ નથી આજે કરતાં રાજ ? ... જે તમારો જ.
ટાળી દો પીડા, દોડી આવો, હે મારા શિરતાજ !
‘પાગલ’ કે’ મુજને શાંતિ ધરો તો રહે તમારી લાજ ... જે તમારો જ.
- © શ્રી યોગેશ્વરજી

