Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાચો સંત કહાઉં કેમ?

સંત નામને યોગ્ય બનું શેં,
ભક્તન થાઊં કેમ ? ... સાચો.

વરસી ચૂકી હજી તમારી
મારા પર ના રે’મ;
મધુર કરી ના દૃષ્ટિ મુજ પર,
પ્રકટ કર્યો ના પ્રેમ ! ... સાચો.

ફોરમ વિના ફૂલ ને દીપક
જ્યોત વિનાનો જેમ;
નીર વિના નીરસ છે સરિતા,
અંગ આંખ વિણ તેમ. ... સાચો.

તમારા વિના જીવન નીરસ
લાગે મુજને એમ;
કેમ ફરું સાનંદ નિભાવ્યો
જ્યાં લગ ના છે નેમ ! ... સાચો.

તમે મળી જાઓ તો મારો
કરું સમર્પિત પ્રેમ;
ગૌરવથી મસ્તક મંડિત હો,
હરખું, માનું ક્ષેમ. ... સાચો.

‘પાગલ’ કહે ફરું છું આજે
અનાથ બાલક જેમ;
ઓથ દઈ દો મને તમારી,
સુગંધમય હો હેમ. ... સાચો.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit