રસ પણ નીરસ છેક જણાય:
ભોજન ભાવે નહીં લેશ પણ,
તરસ જરી ન તરાય ... રસ.
ભાતભાતનાં પકવાન મળે,
ના સમજાય ગણાય;
મન પણ કેમે કરી ન માને,
ખામી કૈંક જણાય ... રસ.
જીભ ન પામે સ્વાદ કશામાં,
જમતાં શાંતિ હરાય;
ફળફૂલ મળે અપાર તોયે
તૃપ્ત કરે ન જરાય ... રસ.
લોચન એનાં એ, મન એ,
પણ ભાવ નવીન ભરાય;
‘પાગલ’ બાળકનું મન ‘મા’ માં,
મળતાં દૂધ ધરાય ! ... રસ.
- © શ્રી યોગેશ્વરજી

