Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મળવાનું મન થયું મને તો કેટલાય દિનથી,
લગન ગઈ દિલડાને લાગી કેટલાય દિનથી.

કીર્તિ તમારી સુણી ત્યારથી ઉપજ્યો ઉરમાં પ્રેમ,
ઝંખના થઈ જોવા કાજે, કહી બતાવું કેમ ?

સ્મરણ તમારું વધ્યું નિરંતર દ્વિગુણિત કરતાં પ્રેમ;
પૂજન સ્તવન તમારું ચાલ્યું, વધી મોહિની એમ.

સ્વપ્ન ધ્યાનમાં દર્શન દીધાં, જાગૃતિમાંયે તેમ;
સંબંધ વધ્યો સદા આપણો ચંદ્રકલાની જેમ.

વ્યાકુળ હૃદય થયું મળવાને, રોમરોમ તલસે;
નેન તમોને ઝંખે જોવા, અંગ ચહે સ્પરશે.

ભેખ ધર્યો મેં કાજ તમારે, ભાવભભૂતિ ભરી;
મળવા માટે કરું મનોરથ, એવી પ્રીત કરી.

પ્રીત કરી ના દૂર રહીએ નિર્દય જેમ થઈ;
મૃત્યુલોકના માનવને દો આશીર્વાદ દઈ.

‘પાગલ’ પ્રાર્થે પ્રેમ કરીને જલદી દર્શન દો,
અમુલખ અવસર બને આજનો, ધન્ય ઘડી પળ હો !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit