Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નયનમાં નેહલ નેન મળે.
હૃદય આ ભાવસમાધિ કરે.

પરમશાંતિમાં સ્નાન કરે ને
પ્રાણ સુવાસ ધરે;
વિસરી જાયે સુધબુધ સઘળી,
પીડા પૂર્ણ ટળે ... નયનમાં.

અમૃતસ્વાદે ધન્ય બને ને
ભેદ બધા વિસરે;
અગણિત વરસોની સાધ શમે,
કાલ કરાળ મરે ... નયનમાં.

તપવ્રત તીરથ યોગયજ્ઞનું
અંતિમ લક્ષ મળે;
સફળ સાધના થાયે સારી.
ઉત્સવ પ્રાણ કરે ... નયનમાં.

નયન મધુર એ મળે જેહને
તેનું ભાગ્ય ફરે;
‘પાગલ’ કહે ઉભય ઉરનો
એ સંગમ ભલે કરે ! ... નયનમાં.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit