Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

થાયે આશ નિરાશ ન મારી !
કોમળ છે અત્યંત ખરે એ,
કરમાયે ના ન્યારી ... થાયે.

ટકે તમારા આધારે એ,
શરણ લઈને ભારી;
પોષણ પામે વધે નિરંતર
ધ્યાન તમારું ધારી ... થાયે.

ભાવકુસુમથી ભરચક છે એ,
સુવાસ છોડે સારી;
તનમનઅંતરમાં રસ રેલે,
પ્રીત તમારી પાળી ... થાયે.

મહિમાનાં મધુ ગીતો ગાયે,
જાય કદી ના હારી;
જન્મી ત્યાંથી ગઈ ખરેખર
તમારા ઉપર વારી ... થાયે.

પોતાની જાણીને તેને
લેજો આખર તારી;
‘પાગલ’ કહે થઈ છે શોકિત,
લેજો આજ ઉગારી ... થાયે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit