Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચાતક શાને ધ્યાન ધરે?
સમજી કોણ શકે ઉર એનું,
તપ કાં તીવ્ર કરે? ... ચાતક.

નદી તેમ ઝરણાંનું જળ છે,
તોય ન ચંચુ ભરે;
ઉદધિ ઉછાળા મારે મોટો,
ચિત્ત ન તોય ચળે ... ચાતક.

કમી નથી કૈં જળની જગમાં,
પય પણ ખૂબ મળે;
રસ છે બીજા ખરે અનેરા,
તોય તૃષા ન ટળે ... ચાતક.

ઘાયલ મન ના માને ક્યાંયે,
સ્વાદ ન લેશ મળે;
આતુર આંખ તલસતી વ્યોમે
વારંવાર ફરે ... ચાતક.

પ્રીત પુરાણી ભરી પ્રાણમાં,
‘પાગલ’ કેમ મરે;
સુધા શુષ્ક છે, જીવન જડિયું
તેનું જલદ જલે ! ... ચાતક.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit