Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જીવન છેક જ દુઃખભર્યું !
અશાંતિનું ઘર, કટુતાથી ભર, કાયમ ક્લેશભર્યું ! ... જીવન.

ક્યાંક વેદના, તાપ તપે છે, બીજે પર્વ થયું;
હર્ષશોક ને વિરહમિલનને ઝૂલે ઝૂલી રહ્યું ! ... જીવન.

છતાં માનવી મદમાં ડૂબે, સહન કરે સઘળું;
શરણ તમારું ના સ્વીકારે શાશ્વત શાંતિભર્યું ! ... જીવન.

ચારુ તમારા ચરણોમાં છે જેણે સ્વર્ગ ગણ્યું;
કૃપા તમારી પ્રાપ્ત કરી છે તેનું ભાગ્ય ફર્યું ... જીવન.

રંક રાય છે થયા, પતિતને પાવન ધામ મળ્યું;
સર્વ પ્રકારે સુખ પામ્યા તે, દળદર દૈન્ય ટળ્યું ! ... જીવન.

પ્રેમ તમારો જીવનરણમાં અમૃતપાત્ર ભર્યું;
ચાખી લીધું જેણે તેનું કારજ સકળ સર્યું ! ... જીવન.

‘પાગલ’ કહે અચંબો ભારી, તમને સહુ વિસર્યું;
જગત બનત નહિ તો સુખમય આ, સાચેસાચ કહ્યું ! .. જીવન.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit