Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કૃપા વિના ના તરે, માનવી કૃપા વિના ના તરે !
કોટિ ઉપાયો કરે, માનવી કૃપા વિના ના તરે !

સાધનસાગર ભીષણ ઉછળે, ઘોર ગર્જના કરે;
એકલ હાથે, એને નાથે, કોઈ કેમ તરે ? ... માનવી.

અહંકારમાં મત્ત બને તે અથડાઈને મરે;
મમતા મદમાં મગન બન્યાને કેમ કિનારો મળે ? ... માનવી.

નાવ ગમે તેવું હો તોયે હેતુ ન તેથી સરે;
નાવિક હાથે સલામત બને બહાર ને નીકળે ... માનવી.

જ્ઞાન યોગના સાધનથી ના પ્રાણપિપાસા ટળે;
કૃપા કરો તો નિસ્સાધનને ઉત્તમ પદવી મળે ... માનવી.

જ્ઞાની યોગી ભક્ત થયો ના તેથી તો હું ખરે;
શરણાગત બાલક છું બનિયો, પ્રાણ પુકાર કરે ... માનવી.

માત બની પ્રેમે તારો તો ‘પાગલ’ બાલક તરે;
મારો તો જ મહાન મહારો વિરહાસુર મરે ... માનવી.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit