Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम के निवास हेतु पंचवटी उचित  
 
तब रघुबीर कहा मुनि पाहीं। तुम्ह सन प्रभु दुराव कछु नाही ॥
तुम्ह जानहु जेहि कारन आयउँ। ताते तात न कहि समुझायउँ ॥१॥
 
अब सो मंत्र देहु प्रभु मोही। जेहि प्रकार मारौं मुनिद्रोही ॥
मुनि मुसकाने सुनि प्रभु बानी। पूछेहु नाथ मोहि का जानी ॥२॥
 
तुम्हरेइँ भजन प्रभाव अघारी। जानउँ महिमा कछुक तुम्हारी ॥
ऊमरि तरु बिसाल तव माया। फल ब्रह्मांड अनेक निकाया ॥३॥
 
जीव चराचर जंतु समाना। भीतर बसहि न जानहिं आना ॥
ते फल भच्छक कठिन कराला। तव भयँ डरत सदा सोउ काला ॥४॥
 
ते तुम्ह सकल लोकपति साईं। पूँछेहु मोहि मनुज की नाईं ॥
यह बर मागउँ कृपानिकेता। बसहु हृदयँ श्री अनुज समेता ॥५॥
 
अबिरल भगति बिरति सतसंगा। चरन सरोरुह प्रीति अभंगा ॥
जद्यपि ब्रह्म अखंड अनंता। अनुभव गम्य भजहिं जेहि संता ॥६॥
 
अस तव रूप बखानउँ जानउँ। फिरि फिरि सगुन ब्रह्म रति मानउँ ॥
संतत दासन्ह देहु बड़ाई। तातें मोहि पूँछेहु रघुराई ॥७॥
 
है प्रभु परम मनोहर ठाऊँ। पावन पंचबटी तेहि नाऊँ ॥
दंडक बन पुनीत प्रभु करहू। उग्र साप मुनिबर कर हरहू ॥८॥
 
बास करहु तहँ रघुकुल राया। कीजे सकल मुनिन्ह पर दाया ॥
चले राम मुनि आयसु पाई। तुरतहिं पंचबटी निअराई ॥९॥
 
(दोहा) 
गीधराज सैं भैंट भइ बहु बिधि प्रीति बढ़ाइ ॥
गोदावरी निकट प्रभु रहे परन गृह छाइ ॥ १३ ॥ 


 
નિવાસ માટે પંચવટીનું સ્થાન સુયોગ્ય
 
(દોહરો)  
તમારા થકી ગુપ્ત ના કંઇયે મુનિરાજ,
માર્ગ બતાવો અસુરને સર્વ મારવા કાજ.
 
હરખાયા મુનિ સાંભળી પ્રભુકેરી વાણી,
મહિમા શેં સમજી શકે ભજન વિના પ્રાણી.
*
માયા ઉંબરના વૃક્ષ જેવી સૃષ્ટિ એથી વિવિધ ફળી કેવી;
જીવ ચરાચર જંતુસમાન વસે એમાં ધરી અજ્ઞાન.
 
ફળભક્ષક કઠિન કરાળ ડરે ભયથી તમારા કાળ;
તમે સૃષ્ટિપતિ છો સ્વામી, પૂછો તોપણ મોહને પામી.
 
વસો હૃદયકમળમાં મારા સીતાલક્ષ્મણ સાથે પ્યારા,
ભક્તિ વૈરાગ્ય દો સત્સંગ પ્રીત ચરણકમળની અભંગ.
 
તમે બ્રહ્મ અખંડ અનંત અનુભવગમ્ય ભજે તેને સંત,
જાણું નિર્ગુણ એવું સ્વરૂપ છતાં ચાહું સગુણ વધુ રૂપ.
 
(દોહરો)  
પંચવટી નામે પુનિત પરમ મનોહર સ્થાન,
દંડકવન પાવન કરો ધન્ય કરી મુનિપ્રાણ.
 
મુનિની અનુમતિ મેળવી ચાલ્યા ત્યાંથી રામ,
પંચવટી પાસે તરત પહોંચ્યા સુખના ધામ.
 
સંગ જટાયુતણો થયો પરસ્પર પ્રેમ;
કુટિ બાંધી ગોદાવરી પાસ રહ્યા પ્રભુ એમ.