Aranya Kand
Shurpankha complain in Ravana's court
शूर्पणखा ने रावण से फरियाद की
जब रघुनाथ समर रिपु जीते । सुर नर मुनि सब के भय बीते ॥
तब लछिमन सीतहि लै आए । प्रभु पद परत हरषि उर लाए ॥१॥
सीता चितव स्याम मृदु गाता । परम प्रेम लोचन न अघाता ॥
पंचवटीं बसि श्रीरघुनायक । करत चरित सुर मुनि सुखदायक ॥२॥
धुआँ देखि खरदूषन केरा । जाइ सुपनखाँ रावन प्रेरा ॥
बोलि बचन क्रोध करि भारी । देस कोस कै सुरति बिसारी ॥३॥
करसि पान सोवसि दिनु राती । सुधि नहिं तव सिर पर आराती ॥
राज नीति बिनु धन बिनु धर्मा । हरिहि समर्पे बिनु सतकर्मा ॥४॥
बिद्या बिनु बिबेक उपजाएँ । श्रम फल पढ़े किएँ अरु पाएँ ॥
संग ते जती कुमंत्र ते राजा । मान ते ग्यान पान तें लाजा ॥५॥
प्रीति प्रनय बिनु मद ते गुनी । नासहि बेगि नीति अस सुनी ॥६॥
(सोरठा)
रिपु रुज पावक पाप प्रभु अहि गनिअ न छोट करि ।
अस कहि बिबिध बिलाप करि लागी रोदन करन ॥ २१(क) ॥
(दोहा)
सभा माझ परि ब्याकुल बहु प्रकार कह रोइ ।
तोहि जिअत दसकंधर मोरि कि असि गति होइ ॥ २१(ख) ॥
શૂપર્ણખા રાવણને ફરિયાદ કરે છે
રામે રિપુને જીત્યા એવું જાણી, થયા નિર્ભય સુર મુનિ પ્રાણી;
સીતા લક્ષ્મણ સાથે આવી, મૂર્તિ મનહર રામની ભાવી.
શ્યામ મૃદુ અંગને લાગી જોવા, લાગી આંખ આનંદથી રોવા.
રામે પંચવટીમાં એમ કરી લીલા કરવા મુનિક્ષેમ.
સુખ સુરમુનિજનને આપ્યું, કષ્ટ મહીમંડળનું કાપ્યું;
દેખી ખરદૂષણનો નાશ ગઇ શૂર્પણખા રાવણ પાસ.
બોલી ક્રોધે ભરાઇ ભારે પાડ્યો દેશખજાનો વિસારે,
કરે પાન સુએ દિનરાત, શિર શત્રુ છતાં ભૂલ્યો જાત.
રાજ્ય નીતિ વિણ, ધર્મ વિના ધન, સમર્પણ વિના કર્મ,
વિદ્યા વિના વિવેક ન સોહે, ટાળે નહીં અધર્મ.
યતિ કુસંગથી, કુમંત્રથી નૃપ, અહંકારથી જ્ઞાન,
પ્રીત પ્રણયના વિના ના ટકે મદિરાપાને ભાન.
મદથી ગુણિયલ નાશ પામતા, નીતિ સુણી મેં ખાસ.
શત્રુ રોગ પાવક પાતક ને સર્પ વળી સ્વામી
સ્વપ્ને પણ નાના ના ગણવા હો નામી અનામી.
એમ કહીને શૂર્પણખા ત્યાં રડવાને લાગી.
(દોહરો)
રડવા લાગી શોકથી કહેવાને લાગી,
દશકંધર જોને દશા મોહથકી જાગી.
જીવે છે તું તે છતાં અમંગલ દશા થાય
સાધારણ જન તો પછી કહેવાને ક્યાં જાય?