મને વ્હાલું લાગે રે

મને વ્હાલું લાગે રે શ્યામસુંદર તારું મુખડું
દર્શન પામીને દર્દ જાય રે...
 
આ જીવનનો એક આધાર સાચો સખા છે તું,
સગપણને સંભારીને દર્શન દેવામાં જાય શું ...
રે...મને દર્શનની છે પ્યાસ રે...મને વ્હાલું લાગે રે
 
રોજ સવારે રાહ જોતી કયારે આવે શ્યામ
રોજ રોજ કહેવું તને શું સમજી લેને શ્યામ
રે...મને દર્શનની છે પ્યાસ રે...મને વ્હાલું લાગે રે
 
તારું મુખડું મલકે ક્યારે રાહ જોઉં છું આજ
મારી સાથે વાતડી કરવા આવશે ક્યારે નાથ
રે... મને દર્શનની છે પ્યાસ રે...મને વ્હાલું લાગે રે
-------
Oh My Beloved Krishna! I adore Your face!
Your Blessed vision remove all sorrows
 
You are my true and reliable friend
Embracing this friendship, grant me Your Darshan
I crave for Your Darshan…Oh My Beloved Krishna!

Each morning I await Your arrival
Why make me call repeatedly…just come My Beloved!
I crave for Your Darshan…Oh My Beloved Krishna!
 
I yearn to see Your charming face
When shall You come and converse with me My Beloved!
I crave for Your Darshan…Oh My Beloved Krishna!

MP3 Audio

રચના સમયના મનોભાવો

મનહર મોહનની મોહક મૂર્તિને જોઈને એમ જ અનુભવતી કે આ મોહનનું જ મુખમંડળ દર્શનમાત્રથી દુઃખ  દર્દ દૂર કરી શકે તેવું છે.

મોહન મારો મિત્ર છે તો પછી તેણે મને દર્શન આપવું જ જોઈએ ને ...રોજ રોજ રાહ જોવામાં આનંદ પણ છે અને અંતરે હવે તો આગ જલી રહી છે. મોહન ક્યારે આવશે ...ક્યારે મારી સાથે વાતો કરશે ... આવા વિવિધ પ્રશ્નો સાથે આ પદ રચાયું છે.
-------
I had an idol of Lord Krishna with me and I used to talk as if he was my true companion. His mere glance was enough to fill my heart with complete happiness and remove my fatigue and sorrow.

I believed Krishna to be my friend. Thus, I felt that he was obligated to give me his darshan. I felt a unique joy in longing for his arrival. But often after a prolong wait my inner self was filled with an ardent flame of anticipation. When will He come? When will He speak with me?

This bhajan is a manifestation of my earnest yearnings for the darshan of Lord Krishna.
 

Comments  

0 #1 Meera Vyas 2016-08-16 08:54
MAA love you. Miss you MAA

Today's Quote

Life can only take place in the present moment. If we lose the present moment, we lose life.
- Buddha
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.