ઝૂકાવ્યું જીવન મારું રે

ઝુકાવ્યું જીવન મારું રે...પ્રભુજીના પંથે...

ચિંતા ચતુરાઇને મેલી,
સંસારની વાતો ઠેલી,
બની છું પ્રભુપ્રેમે ઘેલી રે... પ્રભુજીના પંથે...

નિંદા ટીકા ભલે થાયે,
સ્વજનો વળી છોડી જાયે,
જે થવાનું હોય તે થાય રે... પ્રભુજીના પંથે...

કોઇ સામે ના જુએ મારી,
મેં તો પ્રભુથી બાંધી યારી,
એ વાત ખરેખર ન્યારી રે... પ્રભુજીના પંથે...

વિપત્તિનાં વાદળ વરસે,
વિધિના વિધાનો ફરકે,
તપ ને વ્રત મારાં ફળશે રે... પ્રભુજીના પંથે...
-------
I have surrendered my life ... For the Divine
 
I have left behind all worries
And anticipated debates
I'm engrossed in the Divine’s Love…I have surrendered
 
Whether people criticize or give slander
Whether my family or friends turn away
Whatever happens, Let it be…I have surrendered
 
I don't care if nobody looks at me
I have turned myself towards the Divine
And that's a fact beyond doubt…I have surrendered

May obstacles storm my way
May destiny take turns and twists
My austerities & vows shall bring victory… I have surrendered

MP3 Audio : મા સર્વેશ્વરી

MP3 Audio : હેમા દેસાઈ

રચના સમયના મનોભાવો

જેને જીવનના આરાધ્ય પ્રભુ માન્યા તે મહાપુરુષ શ્રી યોગેશ્વરજીની માંદગી આવીને ઊભી. માંદગી પ્રસંગે સેવાનું સદ્ ભાગ્ય મળ્યું. ઘણાં વર્ષોનું સ્વપ્ન જાણે સાકાર બનવાનું હોય એમ શિક્ષણક્ષેત્રે તિલાંજલી આપવાનો અને પૂ.શ્રીની સેવામાં જીવન સમર્પિત કરવાનો સોનેરી અવસર પ્રભુએ પભુએ પૂરો પાડ્યો.

1979 ના નવેમ્બરની પૂ. શ્રી ની માંદગી પ્રસંગે મારી શાળામાંથી પ્રિન્સીપાલ પદેથી રાજીનામું આપી દીધું સ્વજનોને સહજ રીતે ચિંતા થઈ પણ નોકરીના એ બંધનને તોડયા પછી જીવનમાં એક પ્રકારની ખુમારી આવી ચઢી.

સંસાર ટીકા કરે,સ્વજનો છોડી જાય, જગત જાકારો આપે, અને વિપત્તિની વર્ષા વરસે તો પણ હવે તો જીવન ઝૂકાવી દીધું છે. પ્રભુપ્રેમે ધેલી બનીને તપને ફળીભૂત કરવાની લગની લાગી ગઈ.

જીવનના એ પવિત્ર નિર્ણય પ્રસંગે આ પદ લખીને નવી હિંમત,નવી શક્તિ મેળવી લીધી.
-------
Shri Yogeshwarji had heart attack and there was nobody available at that instance for his service. I grabbed the golden opportunity to offer my services to him. My long cherished dream manifested. 

I renounced my job without second thought. I dedicated myself to Yogeshwarji's service without asking for my parents permission. I resigned as a principal from my school in November of 1979.

My family was understandably concerned about my decision. However, upon renouncing my job my conviction grew stronger. I was filled with renewed vigor and enthusiasm. I had deep faith in my years of austerities and vows. Let the world criticized me, abandoned me, ostracized me. Come whatever obstacles may, I had surrendered my life, I have surrendered myself!
 

Add comment

Security code
Refresh

Today's Quote

What you are aware of you are in control of; what you are not aware of is in control of you.
- Anthony De Mello
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.