વંદન હજારો વાર

વંદન હજારો વાર, ગુરૂજી અમારાં...

ભૂલે ભરેલા બાળ તમારાં,
માવડી બનોને યોગેશ્વર વહાલાં,
શરણે લઈ લો આજ...ગુરૂજી અમારાં....

આવી બેઠાં છે ચરણે તમારાં,
દોષો ના જોશો કદીએ અમારાં,
સ્વીકારી લેજો નાથ...ગુરૂજી અમારાં....

પ્રભુના મારગમાં મસ્તી ચઢાવજો,
દુનિયા આખીને ભલે ને ભૂલાવજો,
પાગલ બનાવજો શ્યામ....ગુરૂજી અમારાં...

શબરી ગોપી ને રાધાને તારી,
અહલ્યા મીરાં ને પ્રેમે ઉગારી,
ઉગારી હે દીનાનાથ...ગુરૂજી અમારાં....

દર્શનથી પ્રાણ પાવન બનાવજો,
મુખડામાં મહિમાનું કીર્તન કરાવજો,
વરસો કૃપા વરસાદ....ગુરૂજી અમારાં....
-------
O our revered Guru!
Accept our thousand prostrations!!!...O our revered Guru!
 
We are your children, full of fault
But as our loving mother,
Take us into Your embrace…O our revered Guru!
 
We are seated at Your Blessed Feet
Pay no heed to our faults
Accept us unconditionally…O our revered Guru!
 
Inspire us on our path to the Divinity
And help us forget our surrounding world
Intoxicate us forever…O our revered Guru!

You saved Shabari, Radha and the Gopis'
You saved Ahalya and Mira with your love
Oh Savior, save us too…O our revered Guru!

You purify us with Your heavenly Darshan
And let our speech eternally sing your glory
Shower Your Grace…O our revered Guru!

MP3 Audio : મા સર્વેશ્વરી

MP3 Audio : પુષ્પા છાયા

રચના સમયના મનોભાવો

જે મહાપુરુષને ચરણે બેસીને જ્ઞાનામૃત પીવા મળ્યું, જીવન જીવવાનું ભાથું મળ્યું, જેમની પ્રેરણાથી જીવન પ્રભુપ્રેમે મસ્ત બન્યું, તે મહાપુરુષ મારા જીવનમાં ગુરુરૂપે પધાર્યા તો આવા ગુરૂદેવને શરણાગત ભાવે વંદના કરીને કૃપાની વર્ષા વરસાવવાની આવી પ્રાર્થના થઈ.

પ્રભુ તમે આજ સુધી અનેક ભક્તોને તાર્યા છે, તો અમને પણ ઉગારી લો. દોષથી ભરેલા અમે બાળકો તમારે શરણે છીએ તો મા બનીને રક્ષો. આખી દુનિયાનું ભલે વિસ્મરણ  થતું પણ તમારા પ્રેમમાં હે પ્રભુ અમને પાગલ બનાવી દો ને પરિપૂર્ણ બનાવો એવી પ્રાર્થના સાથે આ વંદના લખાઈ.
-------
At Shri Yogeshwarji's lotus feet I gained all the knowledge. My life today is a tribute to my Guru's constant directions and encouragement. This prayer is a verbose representation of countless prostration my heart wishes to offer at his lotus feet.

Like Mira, Shabari, Ahalya and Radha O Lord! you have graced so many devotees with your divine love. Please Shower your grace upon us. Take us into your shelter. Make us forget the world around us and intoxicate us with your celestial love.

With such begging tone and thankful feelings this prayer was born.
 

Add comment

Security code
Refresh

Today's Quote

I know God will not give me anything I can't handle. I just wish He wouldn't trust me so much.
- Mother Teresa
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.