if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-2749-262269

પ્રેમાનંદનો જન્મ આજથી લગભગ સાડા ત્રણસો વરસ પહેલાં સન 1645માં વડોદરામાં થયો હતો. એ સમયે મુગલ સલ્તનત એના શિખર પર હતી અને ગુજરાતમાં ઔરંગઝેબ સુબેદાર હતો. ગુજરાતી ભાષાની મજાક ઉડાવનારા તે સમયે કહેતા કે મારવાડી ભાષા સોળ આનાની, કચ્છી બાર આનાની, મરાઠી ભાષા આઠ આનાની અને ગુજરાતી ચાર આનાની.

પોતાની ગુજરાતી ભાષાનું આવું અપમાન પ્રેમાનંદને હાડોહાડ લાગી આવતું. અંતે, સહન ન થવાથી એમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારી ગુજરાતી ભાષાને ગૌરવવંતુ સ્થાન નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. તે જમાનામાં પાઘડી પહેરવું પુરુષ માટે પ્રતિષ્ઠારૂપ હતું, પાઘડી વગરના માણસની કોઈ કિંમત ન કરતું.

premanand

ગુજરાતી ભાષાને ગૌરવ અપાવવાની પ્રતિજ્ઞા કરી પ્રેમાનંદ નીકળ્યા. પછી તો કહેવું જ શું ? રામાયણ, મહાભારત, ભાગવત જેવા ધર્મગ્રંથો ઉપરાંત ઓખાહરણ, શામળશા વિવાહ, કુંવરબાઈનું મામેરું જેવા લોકભોગ્ય કથાનકોને તેમણે પોતાની અનોખી શૈલીમાં આખ્યાનો વડે પ્રસ્તુત કરવા માંડ્યા. ગામડાંના લોકોને સમજાય તે રીતે વિવિધ તાલમાં છંદ, ઢાળ તથા દોહા-ચોપાઈનો સહારો લઈ સાહિત્યના નવ રસ - શૃંગાર, કરુણ, વીર, હાસ્ય, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદભુત અને શાંત - એ સર્વને પોતાની વિશિષ્ટ અભિવ્યક્તિથી પીરસવા માંડ્યા. એથી જ એમને રસકવિ તરીકે ઓળખવામાં આવ્યા. આજે ગુજરાતી ભાષાનું જે ગૌરવ છે એના મુળ પ્રેમાનંદના આખ્યાનો વડે સીંચાયા છે, એ આપણે ભૂલવું ન જોઈએ.

આપણા આદિકવિ નરસિંહ મહેતાએ સૌપ્રથમવાર ગુજરાતી ભાષાને આખ્યાનનો પ્રકાર આપ્યો એમ કહી શકાય. પહેલાંના જમાનામાં જ્યારે ટી.વી. કે રેડિયો જેવા માધ્યમો ન હતા ત્યારે કથાકારો ગામડે-ગામડે જઈને આપણી ધાર્મિક કથાવાર્તાઓ કહેતા. માણભટ્ટોએ પોતાની આગવી શૈલીમાં આખ્યાન દ્વારા એ પરંપરાને આગળ વધારી. શરૂઆતમાં માટીના ઘડા વડે અને પાછળથી તાંબાના ઘડા પર પોતાની દસ આંગળીઓ પર પહેરેલ વીંટીઓ વડે (જેને વેધ પણ કહેવામાં આવે છે) વગાડીને લોકોમાં રસ ઉત્પન્ન થાય તે રીતે કથા કહેવાની પરંપરાને જન્મ આપ્યો. આખ્યાનકારોની એ પરંપરાના સૌપ્રથમ રસકવિ પ્રેમાનંદ હતા.  ત્યારબાદ જૂજ આખ્યાનકારોએ એ પરંપરાને આગળ વધારી. વર્તમાન સમયમાં શ્રી ધાર્મિકલાલ પંડ્યા અને તેમના વારસો દ્વારા આ અનોખી પરંપરા ટકી રહી છે. વાચકોને યાદ હશે કે શ્રી યોગેશ્વરજીની હાજરીમાં વડોદરામાં અનેક વાર શ્રી ધાર્મિકલાલ પંડ્યાએ પોતાની આ આગવી કલાનો પરિચય આપ્યો હતો અને શ્રી યોગેશ્વરજીને એમના પ્રત્યે ખુબ પ્રેમ અને આદર હતા.

અહીં એ પરંપરાગત શૈલીમાં કહેવાયેલ બે આખ્યાનો રજૂ કર્યા છે.

કુંવરબાઈનું મામેરું

સુદામા ચરિત્ર

Copyright of these audio rests with respective artists/recording company. It is presented here for public interest only. If you like it, you are highly encouraged to buy original cassettes/CD's from a music store near you. To buy them online, visit our Links section. If you like these audio tracks, please drop a line in comment below. Your responses will encourage us to share more in future. Please do not send request for download.

Comments

Search Reset
2
Swami Murali Dhar
10 years ago
Please visit our website and send message.
Like Like Quote
1
Shivam Pandya
11 years ago
Good site.
Like Like Quote
7
કામયોગી
12 years ago
સુંદર સાઈટ!
'ક્રોમ' (15.0.874.120m) માં ઓડિયો ફાઈલ ખોલવા જતાં 'missing plug-in' નો સંદેશો આવે છે. તો જણાવશો કે કયું પ્લગ-ઇન બેસાડવું જોઈએ જેથી 'ક્રોમ'નાં વપરાશકારો માટે સગવડતા પડે?
Like Like Quote
2
Vinodkumar Patel
12 years ago
When I Click the Speaker Icon I find BLANK window instead Radio Icon. Kindly Inform me how i can listen this.
[Pl. see our FAQ section for help - admin]
Like Like Quote
10
Raju Pandya
12 years ago
Very wonderful website. God bless you all for this publications.
Like Like Quote
6
Khimji T Naliyapara
12 years ago
Best Gujarati website for our "Bhakti Ras".
Like Like Quote
0
Hitesh Shah
12 years ago
What i have to do for listen these bhajans.
[click on the speaker image. if you can not, then check our FAQ page. - admin]
Like Like Quote
1
Hiral Makwana
12 years ago
hi, I like this website and its contents but I'm not able to download it. Can you please help me to get some way to download bhajans and akhyan... jay shree krishana.
[Sorry, no download requests. - admin]
Like Like Quote
5
Parul pandya
12 years ago
I am an arts student. We studied lots Akhyan of Premanand. I feel lucky that I heard Akhyan from Shree Dharmiklalji Pandya. Its great. Thanks.
Like Like Quote
9
Kaushik Thaker
13 years ago
Premanandji was not only great poet, he served mother tounge greatly. Please note that there is premanand kavis pole (Street Name) in wadi area of Baroda.
Like Like Quote
3
H N Kotadia
13 years ago
A Great service to mother tongue by availing to us such aesthetic and devotional pieces of listening. Thanks a lot and we are awaiting some more.
Like Like Quote
4
Aniruddhsinh Gohil
13 years ago
I like it. I share it with my lot of friends and students. We seat together and listen it. we enjoy... thanks for
Like Like Quote
2
Ashvin
13 years ago
From where i will get this CDs ? Pl. guide.
Like Like Quote
0
Devendra Ghia
13 years ago
In the days of ipod and computers,it is extremely pleasant to listen manbhatt music---an almost extinct music and bhajan style. thank you.
Like Like Quote
3
Kamlesh Desai
13 years ago
Wonderful!! Will like to hear some more of this type of Aakhyan.
Like Like Quote
1
Sushila Trivedi
14 years ago
The akhyan's are excellent. i loved the way it is presented. heart touching. Got soothing touch. God bless every body.
Like Like Quote
1
Hasit Hemani
14 years ago
Your audio System is not working so I could not enjoy the two beautiful Akhyans.

[Please refer to our FAQ section - admin]
Like Like Quote
3
Vallabhbhai Patel
14 years ago
Interesting and highly recommended. This reminded me when we used to listen to Harikatha at night some sixty plus year ago. Religion and religious history plays very important part in our daily life. Good work. Keep it up.
Like Like Quote
2
Kapil Bhatia
14 years ago
excellent work ! This site is amazing. Can u tell me where will i get the original CDs ? My mail id is
Like Like Quote

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.