Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राज्याभिषेक के लिए तैयारीयाँ शुरू 
 
हरषि मुनीस कहेउ मृदु बानी । आनहु सकल सुतीरथ पानी ॥
औषध मूल फूल फल पाना । कहे नाम गनि मंगल नाना ॥१॥
 
चामर चरम बसन बहु भाँती । रोम पाट पट अगनित जाती ॥
मनिगन मंगल बस्तु अनेका । जो जग जोगु भूप अभिषेका ॥२॥
 
बेद बिदित कहि सकल बिधाना । कहेउ रचहु पुर बिबिध बिताना ॥
सफल रसाल पूगफल केरा । रोपहु बीथिन्ह पुर चहुँ फेरा ॥३॥
 
रचहु मंजु मनि चौकें चारू । कहहु बनावन बेगि बजारू ॥
पूजहु गनपति गुर कुलदेवा । सब बिधि करहु भूमिसुर सेवा ॥४॥
 
(दोहा)  
ध्वज पताक तोरन कलस सजहु तुरग रथ नाग ।
सिर धरि मुनिबर बचन सबु निज निज काजहिं लाग ॥ ६ ॥

*
MP3 Audio

*
 
રાજ્યાભિષેકની તૈયારી આરંભાય છે
 
મુનિવર હરખી વદ્યા મૃદુવાણી, લાવો સકળ સુતીર્થનું પાણી;
ફૂલમૂળ ઔષધિ ફળપાન દોર્યું વિવિધ વસ્તુ પ્રતિ ધ્યાન.
 
ચામર મૃગચર્મ વસ્ત્ર અનેક સાદાં ગરમ ને રેશમી છેક,
મણિગણ મંગલ વસ્તુ વિશેષ કરવા મંગાવી રાજ્યાભિષેક.
 
વેદવિહિત બતાવી વિધાન પુરમાં રચવા જણાવ્યું વિતાન;
આંબા સોપારી ને ફળસાથ કહ્યું કેળને રોપવા કાજ.
 
ચારુ મણિમય ચોક પુરાવો, વેગે સકળ બજાર સજાવો;
પૂજો ગણપતિ ગુરુ કુળદેવ કરો ભૂદેવકેરી સેવ.
 
(દોહરો)  
ધ્વજપતાક તોરણ કળશ સજો અશ્વ રથ નાગ
કહ્યું મુનીશે સમય છે બનવાને બડભાગ.