Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

वशिष्ठ राज्याभिषेक का निमंत्रण लेकर राम को मिले 
 
तब नरनाहँ बसिष्ठु बोलाए । रामधाम सिख देन पठाए ॥
गुर आगमनु सुनत रघुनाथा । द्वार आइ पद नायउ माथा ॥१॥
 
सादर अरघ देइ घर आने । सोरह भाँति पूजि सनमाने ॥
गहे चरन सिय सहित बहोरी । बोले रामु कमल कर जोरी ॥२॥
 
सेवक सदन स्वामि आगमनू । मंगल मूल अमंगल दमनू ॥
तदपि उचित जनु बोलि सप्रीती । पठइअ काज नाथ असि नीती ॥३॥
 
प्रभुता तजि प्रभु कीन्ह सनेहू । भयउ पुनीत आजु यहु गेहू ॥
आयसु होइ सो करौं गोसाई । सेवक लहइ स्वामि सेवकाई ॥४॥
 
(दोहा)  
सुनि सनेह साने बचन मुनि रघुबरहि प्रसंस ।
राम कस न तुम्ह कहहु अस हंस बंस अवतंस ॥ ९ ॥

*
MP3 Audio

*
 
વશિષ્ઠ મુનિ રામને રાજ્યાભિષેક માટે તૈયાર કરે છે
 
(દોહરો) 
વસિષ્ઠ મુનિને મોકલ્યા ભૂપે રઘુવર પાસ
પ્રાસાદમહીં એમના શિક્ષા દેવા ખાસ.
 
ગુરુપદ કર્યા પ્રણામ શ્રીરામે આવી દ્વાર,
લાવ્યા ભવને સાદર પૂજી વિવિધ પ્રકાર.
 
અર્ઘ્ય સહિત સન્માનતાં ને ષોડશ ઉપચાર
સીતા સાથ નમી કર્યા પ્રગટ મધુર ઉદગાર.
 
સેવકસદને આગમન સ્વામીતણું સદાય
મંગલમૂળ અમંગલનાશક તેમ ગણાય.
 
ભલે પધાર્યા એટલે; તોપણ કરવા કાજ
સેવકને બોલાવવો ઘટે રાખવા લાજ.
 
પ્રભુત્વ છોડી પ્રભુ સ્વયં આવ્યા સ્નેહ કરી
પવિત્ર તેથી ઘર થયું; આજ્ઞા કરો વળી.
 
સ્વામીની સેવામહીં સેવકનો છે લાભ;
કરીશ પાલન વચનનું પડે ભલેને આભ.
 
સ્નેહસભર શબ્દો સુણી બોલ્યા મુનિવર, રામ!
સૂર્યવંશભૂષણ કહો વચન કેમ ના આમ ?