Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

आखिरकार मंथरा अपनी कोशिश में कामियाब 
 
चतुर गँभीर राम महतारी । बीचु पाइ निज बात सँवारी ॥
पठए भरतु भूप ननिअउरें । राम मातु मत जानव रउरे  ॥१॥
 
सेवहिं सकल सवति मोहि नीकें । गरबित भरत मातु बल पी कें ॥
सालु तुम्हार कौसिलहि माई । कपट चतुर नहिं होइ जनाई ॥२॥
 
राजहि तुम्ह पर प्रेमु बिसेषी । सवति सुभाउ सकइ नहिं देखी ॥
रची प्रंपचु भूपहि अपनाई । राम तिलक हित लगन धराई ॥३॥
 
यह कुल उचित राम कहुँ टीका । सबहि सोहाइ मोहि सुठि नीका ॥
आगिलि बात समुझि डरु मोही । देउ दैउ फिरि सो फलु ओही ॥४॥
 
(दोहा)  
रचि पचि कोटिक कुटिलपन कीन्हेसि कपट प्रबोधु ॥
कहिसि कथा सत सवति कै जेहि बिधि बाढ़ बिरोधु ॥ १८ ॥

*
MP3 Audio

*
 
કૈકેયીનું મન બદલવામાં મંથરા સફળ
 
(દોહરો) 
સરળ સ્વભાવ તમે, ચતુર કૌશલ્યા ગંભીર,
સાધી એણે વાતને પોતાની; અતિધીર
 
ભરતને નૃપે મોકલ્યા મોસાળે સ્નેહે
કૌશલ્યાની પ્રેરણા એની પાછળ છે.
 
કૌશલ્યાને ખૂંચતાં તમે અહર્નિશ ખૂબ,
કપટી ચતુર હૃદયતણો ભાવ ન જાણો ગૂઢ.
 
ચાહે નૃપ તમને અધિક દેખી શકે ન એ,
પ્રપંચથી તેથી રચ્યો અભિષેક દિવસને.
 
તિલક રામનું ઉચિત છે સૌને વળી ગમે,
આહલાદ થતો સાંભળી ખબર બધીય મને.
 
કિન્તુ ભાવિ કેરો કરી શાંત તટસ્થ વિચાર
ભય લાગે છે, દૈવની લીલાનો ના પાર.
 
એમ કુટિલતાથી કર્યું દુષિત રાણીમન,
વિરોધની વાતો કહી દ્વેષે કરી મગન.