अगर मै दोषी हूँ तो मुझे सजा मिले - भरत
बेचहिं बेदु धरमु दुहि लेहीं । पिसुन पराय पाप कहि देहीं ॥
कपटी कुटिल कलहप्रिय क्रोधी । बेद बिदूषक बिस्व बिरोधी ॥१॥
लोभी लंपट लोलुपचारा । जे ताकहिं परधनु परदारा ॥
पावौं मैं तिन्ह के गति घोरा । जौं जननी यहु संमत मोरा ॥२॥
जे नहिं साधुसंग अनुरागे । परमारथ पथ बिमुख अभागे ॥
जे न भजहिं हरि नरतनु पाई । जिन्हहि न हरि हर सुजसु सोहाई ॥३॥
तजि श्रुतिपंथु बाम पथ चलहीं । बंचक बिरचि बेष जगु छलहीं ॥
तिन्ह कै गति मोहि संकर देऊ । जननी जौं यहु जानौं भेऊ ॥४॥
(दोहा)
मातु भरत के बचन सुनि साँचे सरल सुभायँ ।
कहति राम प्रिय तात तुम्ह सदा बचन मन कायँ ॥ १६८ ॥
*
MP3 Audio
*
દોષી હોઉં તો મને સજા મળે - ભરત
વેચે વેદ, ધરમધેનુ દોહે, કરે ચુગલી, નિંદાશબ્દો બોલે,
કપટી કુટિલ કલહપ્રિય ક્રોધી વેદવિદૂષક વિશ્વવિરોધી;
લોભી લંપટ લોલુપ ન્યારા ઇચ્છે જે પરધન પરદારા,
પામું તે સૌની ગતિને નઠારી હોય સંમતિ જો એમાં મારી.
જે ના સત્સંગના અનુરાગી, પરમાર્થવિમુખ ને અભાગી,
ભજે નરતન પામી ના હરિને માણે હરિહર યશ ના જરીયે;
છોડી શ્રુતિને ભળતા ચીલે ચાલે જગને ઠગતાં ઠગના વેશે મ્હાલે;
ગતિ તેમની શિવ મને દેજો, જાણ્યો ભેદને જો મેં પહેલો.
(દોહરો)
સરળ સહજ સતવચનને ભરતનાં સુણી માત
બોલી, તનમનથી તમે પ્રિય રઘુપતિને સાચ.