भरत के रामप्रेम की भारद्वाज मुनि ने प्रसंशा की
कीरति बिधु तुम्ह कीन्ह अनूपा । जहँ बस राम पेम मृगरूपा ॥
तात गलानि करहु जियँ जाएँ । डरहु दरिद्रहि पारसु पाएँ ॥१॥
सुनहु भरत हम झूठ न कहहीं । उदासीन तापस बन रहहीं ॥
सब साधन कर सुफल सुहावा । लखन राम सिय दरसनु पावा ॥२॥
तेहि फल कर फलु दरस तुम्हारा । सहित पयाग सुभाग हमारा ॥
भरत धन्य तुम्ह जसु जगु जयऊ । कहि अस पेम मगन पुनि भयऊ ॥३॥
सुनि मुनि बचन सभासद हरषे । साधु सराहि सुमन सुर बरषे ॥
धन्य धन्य धुनि गगन पयागा । सुनि सुनि भरतु मगन अनुरागा ॥४॥
(दोहा)
पुलक गात हियँ रामु सिय सजल सरोरुह नैन ।
करि प्रनामु मुनि मंडलिहि बोले गदगद बैन ॥ २१० ॥
*
MP3 Audio
*
ભારદ્વાજ મુનિ ભરતના પ્રેમને વખાણે છે
તમે યશચંદ્ર કીધો અનૂપ, એમાં રામપ્રણય મૃગરૂપ;
તમે વ્યર્થ કરી રહ્યા ગ્લાનિ, ડરો દૈન્યથી પારસ પામી.
સુણો ભરત, અસત્ય કહું ના વીતરાગ વસું હું વને આ,
મળ્યું સકળ સાધનકેરું ફળ રામસીતા ને આવ્યા લક્ષ્મણ.
તેનું ફળ છે દર્શન આ તમારું, ભાગ્ય પરમ પ્રયાગનું મારું;
તમે ધન્ય યશે જગ જીત્યું; વદ્યા મુનિ પ્રેમમગ્ન ના બીજું.
સુણી મુનિનાં વચન સૌ હરખ્યા, દેવો ધન્ય કહી ફૂલ વરસ્યા;
પ્રેમમગ્ન ભરત બન્યા સુણતાં ધન્ય ધન્ય ધ્વનિ પુરે નભમાં.
(દોહરો)
રોમાંચ, ઉરે રામ ને સીતા, જલભર નેન,
મુનિને પ્રણમીને ભરત બોલ્યા ગદગદ વેણ.