Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरद्वाज मुनि द्वारा रसाले का स्वागत
 
सुनि मुनि बचन भरत हिँय सोचू । भयउ कुअवसर कठिन सँकोचू ॥
जानि गरुइ गुर गिरा बहोरी । चरन बंदि बोले कर जोरी ॥१॥
 
सिर धरि आयसु करिअ तुम्हारा । परम धरम यहु नाथ हमारा ॥
भरत बचन मुनिबर मन भाए । सुचि सेवक सिष निकट बोलाए ॥२॥
 
चाहिए कीन्ह भरत पहुनाई । कंद मूल फल आनहु जाई ॥
भलेहीं नाथ कहि तिन्ह सिर नाए । प्रमुदित निज निज काज सिधाए ॥३॥
 
मुनिहि सोच पाहुन बड़ नेवता । तसि पूजा चाहिअ जस देवता ॥
सुनि रिधि सिधि अनिमादिक आई । आयसु होइ सो करहिं गोसाई ॥४॥
 
(दोहा)  
राम बिरह ब्याकुल भरतु सानुज सहित समाज ।
पहुनाई करि हरहु श्रम कहा मुदित मुनिराज ॥ २१३ ॥

*
MP3 Audio

*
 
ભારદ્વાજ મુનિ રસાલાનો સમુચિત આતિથ્ય સત્કાર કરે છે
 
(દોહરો)
મુનિના શબ્દોને સુણી ભરતને થયો શોક,
ગૌરવયુક્ત ગણી છતાં વદ્યા સજી સંકોચ.
*
ધરવો આદેશ શિર પર તમારો ધર્મ પરમ એ નાથ અમારો;
ગમી મુનિવરને ભરતની વાણી શુચિ શિષ્યોને લીધા બોલાવી.
 
કહ્યું ભરતનું આતિથ્ય કરવા કંદમૂળ ને ફળફૂલ ધરવા;
ગયા પ્રમુદિત મનથી એ સઘળા, લાગ્યા કર્તવ્યને પ્રેમે કરવા.
 
મુનિએ કીધો પાછળથી વિચાર અતિથિ મોટા છે મહિમા અપાર
જેવા દેવ પૂજા તેવી હોય, આપે અભિપ્રાય એવો સૌ કોય.
 
રિદ્ધિ અણિમાદિ સિદ્ધિઓ આવી, મુનિએ પરિચારિકાશી બોલાવી.
 
(દોહરો)
રામવિરહ વ્યાકુળ ભરત સાનુજ સહિત સમાજ,
આતિથ્યથકી શ્રમ હરો, વદ્યા મુદિત મુનિરાજ.