Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम का निर्णय सर्वमान्य – कुलगुरू वशिष्ठ
 
बोले मुनिबरु समय समाना । सुनहु सभासद भरत सुजाना ॥
धरम धुरीन भानुकुल भानू । राजा रामु स्वबस भगवानू ॥१॥
 
सत्यसंध पालक श्रुति सेतू । राम जनमु जग मंगल हेतू ॥
गुर पितु मातु बचन अनुसारी । खल दलु दलन देव हितकारी ॥२॥
 
नीति प्रीति परमारथ स्वारथु । कोउ न राम सम जान जथारथु ॥
बिधि हरि हरु ससि रबि दिसिपाला । माया जीव करम कुलि काला ॥३॥
 
अहिप महिप जहँ लगि प्रभुताई । जोग सिद्धि निगमागम गाई ॥
करि बिचार जिँयँ देखहु नीकें । राम रजाइ सीस सबही कें ॥४॥
 
(दोहा) 
राखें राम रजाइ रुख हम सब कर हित होइ ।
समुझि सयाने करहु अब सब मिलि संमत सोइ ॥ २५४ ॥

*
MP3 Audio

*
 
કુલગુરૂ વશિષ્ઠ રામનો નિર્ણય અંતિમ માને છે
 
બોલ્યા મુનિવર મંગલ વાણ, સુણો સભાસદ ભરત સુજાણ,
ધર્મધુરંધર રઘુકુળપ્રાણ રાજા રામ સ્વવશ ભગવાન.
 
સત્યવચન શ્રુતિપાલક રામ જન્મ્યા જગમંગલ કૃતકામ;
માત-તાત ગુરુને અનુસરે, ખલદલ દલન, દેવ હિત કરે.
 
નીતિ પ્રીતિ પરમારથ સ્વાર્થ જાણે કેવળ રામ યથાર્થ;
વિધિ હરિહર રવિ-શશિ દિગપાલ, માયા જીવ કર્મ ને કાળ;
 
શેષનાગ નૃપ સહુ પ્રભુતા, યોગસિદ્ધિ સુપ્રસિદ્ધ મહા,
જુઓ કરી સંપૂર્ણ વિચાર, રામ સર્વના છે પ્રતિપાળ.
 
(દોહરો)
આજ્ઞા ઇચ્છા રામની સુખપ્રદ સદા હશે;
બુદ્ધિમાન એવું ગણી કરજો સંમત તે.