Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरत चाहता है की राम अयोध्या वापस चले
 
सब कहुँ सुखद राम अभिषेकू । मंगल मोद मूल मग एकू ॥
केहि बिधि अवध चलहिं रघुराऊ । कहहु समुझि सोइ करिअ उपाऊ ॥१॥
 
सब सादर सुनि मुनिबर बानी । नय परमारथ स्वारथ सानी ॥
उतरु न आव लोग भए भोरे । तब सिरु नाइ भरत कर जोरे ॥२॥
 
भानुबंस भए भूप घनेरे । अधिक एक तें एक बड़ेरे ॥
जनमु हेतु सब कहँ पितु माता । करम सुभासुभ देइ बिधाता ॥३॥
 
दलि दुख सजइ सकल कल्याना । अस असीस राउरि जगु जाना ॥
सो गोसाइँ बिधि गति जेहिं छेंकी । सकइ को टारि टेक जो टेकी ॥४॥
 
(दोहा)  
बूझिअ मोहि उपाउ अब सो सब मोर अभागु ।
सुनि सनेहमय बचन गुर उर उमगा अनुरागु ॥ २५५ ॥

*
MP3 Audio

*
 
ભરત રામને અયોધ્યા પાછા લઇ જવા ઇચ્છે છે
 
સહુને સુખદ રામઅભિષેક મંગલ મોદ મૂલ મધુ એક;
આવે અવધ ફરીથી રામ કરવું ઘટે એ હવે કામ.
 
નીતિ ધર્મ સ્વાર્થભરી વાણ સૌએ સુણી ધરીને ધ્યાન,
ઉત્તર મળ્યો ઉચિત નવ કો, ભરતે કહ્યું વંદતાં તો.
 
સૂર્યવંશમાં ભૂપ અનેક, થયા અધિક ઉત્તમ પ્રત્યેક;
હેતુ જન્મકેરાં મા-બાપ, કર્મ શુભાશુભ વિધિને હાથ.
 
આશીર્વાદ આપના શ્રેષ્ઠ સંકટનાશક હિતકર છેક;
વિધિગતિને પણ રોકી તમે; ટેક તમારી કેમ જ ટળે ?
 
(દોહરો)
ઉપાય પૂછો છો મને એ મારું કમભાગ;
ગુરુઉરમાં શબ્દો સુણી પ્રગટયો અતિ અનુરાગ.