Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भविष्यकथन की प्रतिक्रिया
 
(चौपाई)
सुनि मुनि गिरा सत्य जियँ जानी । दुख दंपतिहि उमा हरषानी ॥
नारदहुँ यह भेदु न जाना । दसा एक समुझब बिलगाना ॥१॥
 
सकल सखीं गिरिजा गिरि मैना । पुलक सरीर भरे जल नैना ॥
होइ न मृषा देवरिषि भाषा । उमा सो बचनु हृदयँ धरि राखा ॥२॥
 
उपजेउ सिव पद कमल सनेहू । मिलन कठिन मन भा संदेहू ॥
जानि कुअवसरु प्रीति दुराई । सखी उछँग बैठी पुनि जाई ॥३॥
 
झूठि न होइ देवरिषि बानी । सोचहि दंपति सखीं सयानी ॥
उर धरि धीर कहइ गिरिराऊ । कहहु नाथ का करिअ उपाऊ ॥४॥
 
(दोहा)
कह मुनीस हिमवंत सुनु जो बिधि लिखा लिलार ।
देव दनुज नर नाग मुनि कोउ न मेटनिहार ॥ ६८ ॥

*
MP3 Audio

*
 
નારદજીની ભવિષ્યવાણીની પ્રતિક્રિયા
 
(દોહરો)       
મુનિવચનો સાચાં ગણી ઉમા પ્રસન્ન બની,
મેના હિમાલયે વ્યથા વેઠી ગુપ્ત ઘણી.
 
ભેદ નારદે દ્વિવિધ એ જાણ્યો તરત નહીં;
દશા સર્વની એક પણ વિવેક ભિન્ન કહીં.
 
સકળ સખી ગિરિજા તથા ગિરિવર મેનાએ
રોમાંચિત બનતાં સહી અશ્રુધારાને.
 
દેવર્ષિનાં વચન ના મિથ્યા હોય જરી
ઉમા એમ સમજી રહી હૃદયે સર્વ ધરી.
*
ઊપજ્યો શિવપદપંકજ સ્નેહ, મિલન કઠિન જાગ્યો સંદેહ;
વિપરીત વખત જાણી પ્રેમ છુપાવ્યો જીવનધન જેમ.
 
મિથ્યા હોય ન નારદ વાણ, વ્યર્થ સખી માતપિતા પ્રાણ;
ધૈર્ય ધરી બોલ્યા ગિરિરાય, કરવો કયો અમોઘ ઉપાય ?
 
(દોહરો)       
હિમવંત સુણો મુનિ વદ્યા, વિધિ જે લખે લલાટ,
દેવ દનુજ નર નાગ મુનિ મિથ્યા કરે ન લાખ.