Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

उमा का प्रारब्धविधान एक सुखद संयोग - नारद का आश्वासन
 
(चौपाई)
तदपि एक मैं कहउँ उपाई । होइ करै जौं दैउ सहाई ॥
जस बरु मैं बरनेउँ तुम्ह पाहीं । मिलहि उमहि तस संसय नाहीं ॥१॥
 
जे जे बर के दोष बखाने । ते सब सिव पहि मैं अनुमाने ॥
जौं बिबाहु संकर सन होई । दोषउ गुन सम कह सबु कोई ॥२॥
 
जौं अहि सेज सयन हरि करहीं । बुध कछु तिन्ह कर दोषु न धरहीं ॥
भानु कृसानु सर्ब रस खाहीं । तिन्ह कहँ मंद कहत कोउ नाहीं ॥३॥
 
सुभ अरु असुभ सलिल सब बहई । सुरसरि कोउ अपुनीत न कहई ॥
समरथ कहुँ नहिं दोषु गोसाई । रबि पावक सुरसरि की नाई ॥४॥
 
(दोहा)
जौं अस हिसिषा करहिं नर जड़ि बिबेक अभिमान ।
परहिं कलप भरि नरक महुँ जीव कि ईस समान ॥ ६९ ॥

*
MP3 Audio

*
 
નારદજી કહે છે કે ઉમાનું પ્રારબ્ધવિધાન મંગલકારક થશે
 
(દોહરો)       
તોપણ એક ઉપાય છે, દૈવસહાયે થાય,
વર એવો મળશે ખરે, સંશય નથી જરાય.
*
જે પણ વરના દોષ કહ્યા શિવમાં તે છે સર્વ રહ્યા;
વિવાહ શિવ સાથે જો ગુણસમાન દોષ બની જાય.
 
અહિસેજે હરિ શયન કરે, પંડિત દોષ છતાં ન ધરે;
ભાનુકૃશાનુ બધા રસ ખાય તોપણ હીન ન તે કહેવાય.
 
શુભાશુભ સકળ સલિલ વહે ગંગ છતાં પણ પુનિત રહે;
સમર્થને દોષ અડે કેમ રવિ પાવક ગંગાની જેમ ?
 
(દોહરો)       
સમતા કરવા જાય નર જડ રાખી અભિમાન
પડે નરક તો કલ્પલગ, જીવ ન ઇશ સમાન.