Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

हिमालय और मेना के बिच संवाद
 
(चौपाई)
कहि अस ब्रह्मभवन मुनि गयऊ । आगिल चरित सुनहु जस भयऊ ॥
पतिहि एकांत पाइ कह मैना । नाथ न मैं समुझे मुनि बैना ॥१॥
 
जौं घरु बरु कुलु होइ अनूपा । करिअ बिबाहु सुता अनुरुपा ॥
न त कन्या बरु रहउ कुआरी । कंत उमा मम प्रानपिआरी ॥२॥
 
जौं न मिलहि बरु गिरिजहि जोगू । गिरि जड़ सहज कहिहि सबु लोगू ॥
सोइ बिचारि पति करेहु बिबाहू । जेहिं न बहोरि होइ उर दाहू ॥३॥
 
अस कहि परि चरन धरि सीसा । बोले सहित सनेह गिरीसा ॥
बरु पावक प्रगटै ससि माहीं । नारद बचनु अन्यथा नाहीं ॥४॥
 
(दोहा)
प्रिया सोचु परिहरहु सबु सुमिरहु श्रीभगवान ।
पारबतिहि निरमयउ जेहिं सोइ करिहि कल्यान ॥ ७१ ॥

*
MP3 Audio

*
 
હિમાલય અને મેના વચ્ચે સંવાદ
 
બ્રહ્મલોકમાં મુનિવર ગયા, પ્રાણ પ્રસન્ન ઉમાના થયા;
પતિને પણ મેનાએ કહ્યું, મુનિનું કથન ગુપ્ત છે રહ્યું.
 
ઘર વર કુળ જો હોય અનૂપ કરજો લગ્ન ઉમા અનુરૂપ,
નહિ તો ભલે કુંવારી રહે, ઉમા પ્રાણથી પ્યારી મને.
 
મળશે વર નવ ગિરિજા જોગ ગિરિ જડ સહજ કહેશે લોગ;
એમ વિચારી કરો વિવાહ જેથી જાગે ઉરે ન દાહ.
 
પડી પદમહીં ઢાળી શીશ, બોલ્યા સ્નેહ સમેત ગિરીશ,
પ્રગટે શશિમાં પાવક ભલે, નારદવચન ન મિથ્યા બને.
 
(દોહરો)       
પ્રિયે, પરહરી શોકને સર્વ સ્મરો ભગવાન,
નિર્મી જેણે પાર્વતી તે કરશે કલ્યાણ.