Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

उमा का स्वप्न
 
(चौपाई)
करहि जाइ तपु सैलकुमारी । नारद कहा सो सत्य बिचारी ॥
मातु पितहि पुनि यह मत भावा । तपु सुखप्रद दुख दोष नसावा ॥१॥
 
तपबल रचइ प्रपंच बिधाता । तपबल बिष्नु सकल जग त्राता ॥
तपबल संभु करहिं संघारा । तपबल सेषु धरइ महिभारा ॥२॥
 
तप अधार सब सृष्टि भवानी । करहि जाइ तपु अस जियँ जानी ॥
सुनत बचन बिसमित महतारी । सपन सुनायउ गिरिहि हँकारी ॥३॥
 
मातु पितुहि बहुबिधि समुझाई । चलीं उमा तप हित हरषाई ॥
प्रिय परिवार पिता अरु माता । भए बिकल मुख आव न बाता ॥४॥
 
(दोहा)
बेदसिरा मुनि आइ तब सबहि कहा समुझाइ ॥
पारबती महिमा सुनत रहे प्रबोधहि पाइ ॥ ७३ ॥

*
MP3 Audio

*
 
ઉમા પોતાને આવેલ સ્વપ્નની વાત કહે છે
 
વાણી મુનિકેરી સત્ય વિચારી તપને આરંભ શૈલકુમારી !
માતતાતને વાત ગમી એ, તપ સુખ દે, દુઃખદોષ હરી લે.
 
રચે તપબલે જગને વિધાતા, તપથી વિષ્ણુ બને જગત્રાતા;
કરે તપબલે શંભુ સંહાર, તપબલે શેષ ધારે ભૂમિભાર.
 
તપના આધારે સૃષ્ટિ ભવાની, જઇને તપ કરજે એવું જાણી;
પામી વિસ્મય સાંભળી માત, કહી સઘળી હિમાલયને વાત.
 
માતતાતને બહુ સમજાવી ચાલ્યાં તપવા ગિરિરાજકુમારી !
પ્રિય પરિવાર માત ને તાત બન્યાં વિકળ સુણી મૂક વાત.
 
(દોહરો)       
વેદશિરા મુનિએ કહ્યું સૌને સમજાવી;
મહિમા ઉમાતણો સુણી શાંતિ રહ્યાં પામી.