श्रीराम शिवजी को उमा के साथ विवाह के लिए प्रार्थना करते है
(चौपाई)
कतहुँ मुनिन्ह उपदेसहिं ग्याना । कतहुँ राम गुन करहिं बखाना ॥
जदपि अकाम तदपि भगवाना । भगत बिरह दुख दुखित सुजाना ॥१॥
एहि बिधि गयउ कालु बहु बीती । नित नै होइ राम पद प्रीती ॥
नैमु प्रेमु संकर कर देखा । अबिचल हृदयँ भगति कै रेखा ॥२॥
प्रगटै रामु कृतग्य कृपाला । रूप सील निधि तेज बिसाला ॥
बहु प्रकार संकरहि सराहा । तुम्ह बिनु अस ब्रतु को निरबाहा ॥३॥
बहुबिधि राम सिवहि समुझावा । पारबती कर जन्मु सुनावा ॥
अति पुनीत गिरिजा कै करनी । बिस्तर सहित कृपानिधि बरनी ॥४॥
(दोहा)
अब बिनती मम सुनेहु सिव जौं मो पर निज नेहु ।
जाइ बिबाहहु सैलजहि यह मोहि मागें देहु ॥ ७६ ॥
*
MP3 Audio
*
શ્રીરામ શિવજીને ઉમા સાથે લગ્ન કરવા સમજાવે છે
ક્યાંક અર્પતા મુનિને જ્ઞાન કરતા ક્યાંક રામગુણગાન
અકામ પૂર્ણ જોકે ભગવાન ભક્તવિરહ દુઃખદુઃખી સુજાણ.
વીતી એમ ગયો બહુ કાળ, રામચરણ નવ પ્રીત અપાર;
અવલોકી શંકરના નેમ અવિચળ ભક્તિ પુનિત અતિ પ્રેમ,
પ્રગટયા રામ કૃતજ્ઞ કૃપાળ રૂપ શીલ નિધિ તેજ વિશાળ,
કરી પ્રશંસા શિવની ઘણી, વ્રત આવું કો પાળે નહીં.
સમજાવી શિવ વિવિધ પ્રકાર કહ્યો ઉમાનો જન્મ રસાળ;
સાધના પુનિત ગિરિજાતણી કહી સવિસ્તર પ્રીતે ઘણી.
(દોહરો)
વિનતિ હવે શિવ સાંભળો જો મુજ પર હો પ્રેમ
કરો ઉમાસહ લગ્ન તો, માગું આજે એમ.

