Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सप्तर्षि द्नारा उमा को नारद के वचन में विश्वास न करने की सलाह
 
(चौपाई)
दच्छसुतन्ह उपदेसेन्हि जाई । तिन्ह फिरि भवनु न देखा आई ॥
चित्रकेतु कर घरु उन घाला । कनककसिपु कर पुनि अस हाला ॥१॥
 
नारद सिख जे सुनहिं नर नारी । अवसि होहिं तजि भवनु भिखारी ॥
मन कपटी तन सज्जन चीन्हा । आपु सरिस सबही चह कीन्हा ॥२॥
 
तेहि कें बचन मानि बिस्वासा । तुम्ह चाहहु पति सहज उदासा ॥
निर्गुन निलज कुबेष कपाली । अकुल अगेह दिगंबर ब्याली ॥३॥
 
कहहु कवन सुखु अस बरु पाएँ । भल भूलिहु ठग के बौराएँ ॥
पंच कहें सिवँ सती बिबाही । पुनि अवडेरि मराएन्हि ताही ॥४॥
 
(दोहा)
अब सुख सोवत सोचु नहि भीख मागि भव खाहिं ।
सहज एकाकिन्ह के भवन कबहुँ कि नारि खटाहिं ॥ ७९ ॥

*
MP3 Audio

*
 
સપ્તર્ષિઓ ઉમાને નારદજીના વચનોમાં વિશ્વાસ ન રાખવા કહે છે
 
દક્ષસુતાને અર્પ્યો ઉપદેશ ઘેર આવ્યા પછી તે ના લેશ,
ઘર ચિત્રકેતુતણું ભાંગ્યું, ભાગ્ય કનકકશિપુનું ના સાંધ્યું.
 
સુણી નારદવચન નરનારી તજી ભવન બને છે ભિખારી;
મન કપટી તન સજ્જન જેવું, કરે જ્યાં ત્યાં પોતાના જેવું.
 
રાખી એમનાં વચને વિશ્વાસ ઇચ્છો પતિને સ્વભાવે ઉદાસ
ગુણહીન નિર્લજ્જ કપાલી કુળગેહરહિત નગ્ન વ્યાલી.
 
સુખ પામશો શું એવા વરથી, ભૂલ્યાં ભોળવાઇ તમે ઠગથી;
કર્યો પંચસાક્ષીએ વિવાહ તોય કીધો ના સતી નિર્વાહ.
 
(દોહરો)       
સુખે સૂએ ચિંતા વિના ભિક્ષાન્ન હવે ખાય;
એકાકીના ભવનમાં સ્ત્રીથી શે રહેવાય ?