सप्तर्षि द्वारा उमा की प्रशंसा
(चौपाई)
जौं तुम्ह मिलतेहु प्रथम मुनीसा । सुनतिउँ सिख तुम्हारि धरि सीसा ॥
अब मैं जन्मु संभु हित हारा । को गुन दूषन करै बिचारा ॥१॥
जौं तुम्हरे हठ हृदयँ बिसेषी । रहि न जाइ बिनु किएँ बरेषी ॥
तौ कौतुकिअन्ह आलसु नाहीं । बर कन्या अनेक जग माहीं ॥२॥
जन्म कोटि लगि रगर हमारी । बरउँ संभु न त रहउँ कुआरी ॥
तजउँ न नारद कर उपदेसू । आपु कहहि सत बार महेसू ॥३॥
मैं पा परउँ कहइ जगदंबा । तुम्ह गृह गवनहु भयउ बिलंबा ॥
देखि प्रेमु बोले मुनि ग्यानी । जय जय जगदंबिके भवानी ॥४॥
(दोहा)
तुम्ह माया भगवान सिव सकल जगत पितु मातु ।
नाइ चरन सिर मुनि चले पुनि पुनि हरषत गातु ॥ ८१ ॥
*
MP3 Audio
*
સપ્તર્ષિઓ ઉમાના પ્રેમનો જયકાર કરે છે
તમે પ્રથમ જો મળત મુનીશ સુણત ઉપદેશ તો ધરી શીશ;
જન્મ શિવને માટે હવે હારી, ગુણદોષ રહું કાં વિચારી ?
હોય આગ્રહ ખૂબ તમારો, હોય લગ્નનો વિષય જો પ્યારો,
વરકન્યા તો જગમાં અનેક, કરો કૌતુક આળસ છોડી છેક.
કોટિ જન્મોની હઠ રહેશે મારી, વરું શિવ રહું નહિ તો કુંવારી;
કહે શતવાર સ્વયં મહેશ તજું તોય ના ઋષિઉપદેશ.
પડું પગમાં વદ્યાં જગદંબ, જાઓ ઘેર થયો છે વિલંબ;
પેખી પ્રેમ બોલ્યા મુનિ જ્ઞાની જય જય જગદંબિકે હે ભવાની !
(દોહરો)
શિવ પ્રભુને માયા તમે માતપિતા જગનાં;
મુનિ ચાલ્યા ચરણે નમી હર્ષ ભરી રગમાં.

