उमा-महेश का पुत्र तारकासुर के नाश का कारण
(चौपाई)
मोर कहा सुनि करहु उपाई । होइहि ईस्वर करिहि सहाई ॥
सतीं जो तजी दच्छ मख देहा । जनमी जाइ हिमाचल गेहा ॥१॥
तेहिं तपु कीन्ह संभु पति लागी । सिव समाधि बैठे सबु त्यागी ॥
जदपि अहइ असमंजस भारी । तदपि बात एक सुनहु हमारी ॥२॥
पठवहु कामु जाइ सिव पाहीं । करै छोभु संकर मन माहीं ॥
तब हम जाइ सिवहि सिर नाई । करवाउब बिबाहु बरिआई ॥३॥
एहि बिधि भलेहि देवहित होई । मर अति नीक कहइ सबु कोई ॥
अस्तुति सुरन्ह कीन्हि अति हेतू । प्रगटेउ बिषमबान झषकेतू ॥४॥
(दोहा)
सुरन्ह कहीं निज बिपति सब सुनि मन कीन्ह बिचार ।
संभु बिरोध न कुसल मोहि बिहसि कहेउ अस मार ॥ ८३ ॥
*
MP3 Audio
*
ઉમા-મહેશનો પુત્ર જ તારકાસુરને હણી શકશે
વાત સાંભળી કરો ઉપાય, કરશે ઇશ્વર તમને સહાય.
છોડ્યો સતીએ યજ્ઞમાં દેહ જન્મ્યાં એ જ હિમાલયગેહ.
તપ એમણે શિવકાજે કીધું, શિવે અમૃત સમાધિનું પીધું;
કથા અટપટી લાગે છે ભારે, સુણો પ્રસ્તાવ તોય અત્યારે.
કામદેવ શંકર પાસે જાય, કરે ક્ષોભ શંકર મનમાંહ્ય,
શીશ ઢાળી પછી સમજાવી લગ્ન શિવનું દઇશ કરાવી.
હિત દેવતાનું થશે એમ; વાત સૌએ વધાવી સપ્રેમ,
સ્તુતિ દેવતાએ કરી પ્રેમે, થયો કામ પ્રગટ ત્યાં કેમે.
(દોહરો)
વિપત્તિ દેવોની સુણી મનમાં કરી વિચાર
શિવવિરોધથી શ્રેય ના, વદ્યો હસીને માર.

