Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कामदेव की प्रकृति पर असर
 
(चौपाई)
सब के हृदयँ मदन अभिलाषा । लता निहारि नवहिं तरु साखा ॥
नदीं उमगि अंबुधि कहुँ धाई । संगम करहिं तलाव तलाई ॥१॥
 
जहँ असि दसा जड़न्ह कै बरनी । को कहि सकइ सचेतन करनी ॥
पसु पच्छी नभ जल थलचारी । भए कामबस समय बिसारी ॥२॥
 
मदन अंध ब्याकुल सब लोका । निसि दिनु नहिं अवलोकहिं कोका ॥
देव दनुज नर किंनर ब्याला । प्रेत पिसाच भूत बेताला ॥३॥
 
इन्ह कै दसा न कहेउँ बखानी । सदा काम के चेरे जानी ॥
सिद्ध बिरक्त महामुनि जोगी । तेपि कामबस भए बियोगी ॥४॥
 
(छंद)
भए कामबस जोगीस तापस पावँरन्हि की को कहै ।
देखहिं चराचर नारिमय जे ब्रह्ममय देखत रहे ॥
अबला बिलोकहिं पुरुषमय जगु पुरुष सब अबलामयं ।
दुइ दंड भरि ब्रह्मांड भीतर कामकृत कौतुक अयं ॥
 
(सोरठा)
धरी न काहूँ धिर सबके मन मनसिज हरे ।
जे राखे रघुबीर ते उबरे तेहि काल महुँ ॥ ८५ ॥

*
MP3 Audio

*
 
કામદેવની પ્રકૃતિ પર અસર
 
ઉરમાં સર્વ મદન અભિલાષ, નીરખી લતા નમી તરુશાખ;
સરિત સિંધુ પ્રતિ દોડી તળાવ તળાવડીએ લીધો લ્હાવ.
 
જડની એવી અકળ દશા, ચેતનની ક્યમ કહું કથા;
પશુપક્ષી નભજળ સ્થળનાં થયાં કામવશ તરત જ ત્યાં.
 
મદનઅંધ વ્યાકુળ સહુ લોક, નિશા દિવસ ના દેખે કોક;
દેવ દનુજ કિન્નર કે વ્યાલ પ્રેત પિશાચ ભૂત વેતાલ
 
સદા કામના એ તો દાસ, દશા વર્ણવી મેં ના ખાસ;
સિદ્ધ વિરક્ત મહામુનિ યોગી બન્યા કામવશ સર્વ વિયોગી.
 
(છંદ)
થયા કામવશ યોગી તપસ્વી, વાત શી પામર તણી,
જે બ્રહ્મા જોતા જગતમાં તે દેખતા સ્ત્રીને ઘણી;
અબળા વિલોકે પુરુષમય જગ પુરુષ નારીને બધે,
બે ઘડી વ્યાપ્યું કામકૃત કૌતુક ચરાચરમાં ખરે.
 
(દોહરો)       
ધૈર્ય રહ્યું ના, સર્વનાં હર્યાં મનોજે મન,
રધુવીરે રક્ષા કરી ઊગર્યા તે શુચિ જન.