Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

शिवजी की समाधि भंग, त्रिनेत्र से कामदेव भस्म
 
(चौपाई)
देखि रसाल बिटप बर साखा । तेहि पर चढ़ेउ मदनु मन माखा ॥
सुमन चाप निज सर संधाने । अति रिस ताकि श्रवन लगि ताने ॥१॥
 
छाड़े बिषम बिसिख उर लागे । छुटि समाधि संभु तब जागे ॥
भयउ ईस मन छोभु बिसेषी । नयन उघारि सकल दिसि देखी ॥२॥
 
सौरभ पल्लव मदनु बिलोका । भयउ कोपु कंपेउ त्रैलोका ॥
तब सिवँ तीसर नयन उघारा । चितवत कामु भयउ जरि छारा ॥३॥
 
हाहाकार भयउ जग भारी । डरपे सुर भए असुर सुखारी ॥
समुझि कामसुखु सोचहिं भोगी । भए अकंटक साधक जोगी ॥४॥
 
(छंद)
जोगि अकंटक भए पति गति सुनत रति मुरुछित भई ।
रोदति बदति बहु भाँति करुना करति संकर पहिं गई ।
अति प्रेम करि बिनती बिबिध बिधि जोरि कर सन्मुख रही ।
प्रभु आसुतोष कृपाल सिव अबला निरखि बोले सही ॥
 
(दोहा)
अब तें रति तव नाथ कर होइहि नामु अनंगु ।
बिनु बपु ब्यापिहि सबहि पुनि सुनु निज मिलन प्रसंगु ॥ ८७ ॥

*
MP3 Audio

*
 
શિવજીની સમાધિ તૂટી, કામદેવ ભસ્મ
 
(દોહરો)       
આમ્રવૃક્ષ ડાળે ચઢ્યો ખૂબ જ ક્રોધ કરી
સુમનચાપને શ્રવણ સુધી ખેંચી બાણ ધરી.
*
છોડ્યાં વિષમ બાણ, ઉર લાગ્યાં, છૂટી સમાધિ, શંકર જાગ્યા;
મનમાં ક્ષોભ થયો સવિશેષ. જોયો ખોલી નેત્ર પ્રદેશ.
 
પલ્લવ મધ્ય વિલોકી કામ ક્રુદ્ધ બન્યા શંકર સુખધામ;
કંપ્યા ત્રિલોક, ત્રીજી આંખ ઉઘાડતાં કામ થયો ખાખ.
 
હાહાકાર થયો જગમાંહ્ય, અસુર સુખી, સુર ડર્યા બધાય;
ભોગી કરવા લાગ્યા શોક યાદ કરી રતિસુખનો સ્ત્રોત.
 
(છંદ)
યોગી અકંટક બન્યા; પતિગતિ સુણી રતિ મૂર્છિત થઇ,
રોતી કકળતી વિલપતી શિવ સમીપે છેવટ ગઇ;
અતિ પ્રેમપૂર્વક અરજ જોડી હાથ આર્ત કરી રહી,
પ્રભુ આશુતોષ કૃપાળુ શિવના વદનથી વાણી વહી.
 
(દોહરો)       
રતિ, તારા સ્વામીતણું પડશે નામ અનંગ,
વપુવિણ સહુને વ્યાપશે; સુણ નિજ મિલનપ્રસંગ.