Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

शिवजी का रति को आश्वासन
 
(चौपाई)
जब जदुबंस कृष्न अवतारा । होइहि हरन महा महिभारा ॥
कृष्न तनय होइहि पति तोरा । बचनु अन्यथा होइ न मोरा ॥१॥
 
रति गवनी सुनि संकर बानी । कथा अपर अब कहउँ बखानी ॥
देवन्ह समाचार सब पाए । ब्रह्मादिक बैकुंठ सिधाए ॥२॥
 
सब सुर बिष्नु बिरंचि समेता । गए जहाँ सिव कृपानिकेता ॥
पृथक पृथक तिन्ह कीन्हि प्रसंसा । भए प्रसन्न चंद्र अवतंसा ॥३॥
 
बोले कृपासिंधु बृषकेतू । कहहु अमर आए केहि हेतू ॥
कह बिधि तुम्ह प्रभु अंतरजामी । तदपि भगति बस बिनवउँ स्वामी ॥४॥
 
(दोहा)
सकल सुरन्ह के हृदयँ अस संकर परम उछाहु ।
निज नयनन्हि देखा चहहिं नाथ तुम्हार बिबाहु ॥ ८८ ॥

*
MP3 Audio

*
 
શિવજીનું રતિને આશ્વાસન
 
યદુવંશમાં કૃષ્ણ અવતાર થશે હરવા મહા મહીભાર,
કૃષ્ણતનય થશે પતિ તારો, મિથ્યા શબ્દ થશે નહીં મારો.
 
ચાલી રતિ એ સુણી શિવવાણી; કહુ અન્ય કથાને વખાણી;
પામી બ્રહ્માદિ એ સમાચાર પહોંચ્યા વૈકુંઠધામે તત્કાળ.
 
વિષ્ણુ બ્રહ્મા સહિત સર્વ દેવ ત્યાંથી શિવ પાસે કૃપાનિકેત
આવી કરવા લાગ્યા સ્તુતિ પ્રેમે, થયા શંભુ પ્રસન્ન ત્યાં કેમે.
 
કરુણાસિંધુ બોલ્યા વૃષકેતુ, કહો અમર, આગમનહેતુ;
વદ્યા વિધિ, પ્રભુ અંતરયામી ભક્તિવિવશ વિનવી રહ્યો સ્વામી !
 
(દોહરો)       
સર્વ દેવના હૃદયમાં પ્રગટ થયો ઉત્સાહ,
તમારો ચહે દેખવા નાથ પવિત્ર વિવાહ.